સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાનથી ઉજવણીની તૈયારીઓ વચ્ચે સોમવારની સંધ્યાએ અરવલ્લી ના માંડાસા ખાતે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારની અધ્યક્ષતામાં નીકળેલી તિરંગા યાત્રામાં અનેરો થનગનાટ અને અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. મંત્રી ભીખુસિંહ પરમારે ફ્લેગ ઓફ કરીને ઓધારી તળાવ, મોડાસા ખાતેથી તિરંગા યાત્રા નું પ્રસ્થાન કરાવ્યું હતું.
આ તિરંગા યાત્રામાં મંત્રી ભીખુસિંહ પરમાર સાથે રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા લોકસભા સાંસદ શોભનાબેન બારૈયા, નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠ, જિલ્લા કલેક્ટર પ્રશસ્તી પરીક, જિલ્લા વિકાસ અધિકારી દીપેન કેડિયા, જિલ્લા પોલીસ અધિક્ષક શેફાલી બરવાલ સહીત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, જિલ્લા પોલીસ, ટ્રાફિક પોલીસ ના કર્મચારીઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ વિધાર્થીનીઓ અને સંસ્કારી નગરીના દેશપ્રેમી નાગરિકો આ ભવ્ય તિરંગા યાત્રાની ઐતિહાસિક ક્ષણોમાં સહભાગી બન્યા હતા.
આ યાત્રામાં નાના બાળકોએ વિવિધ વેશભૂષા દ્વારા પોતાનો રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરી દેશભક્તિના રંગ માં રંગાયા હતા.