હાઈ બીપીની સમસ્યા હવે દરેક ઉંમરના લોકોને થવા લાગી છે. તેનાથી હાર્ટ ફેઇલ, હાર્ટ અટેક, સ્ટ્રોક સહીતની સમસ્યા થઈ શકે છે. આ બીપીની સમસ્યાને સમયસર કંટ્રોલ નથી કરતા તો જીવ પણ ગુમાવવો પડી શકે છે. જો તમે પણ હાઈ બીપીથી પીડાઓ છો તો તેને કન્ટ્રોલ કરવા ચાર ફૂડને ડાયટમાં સામેલ કરી શકો છો. તેનાથી હાઈ બીપી કન્ટ્રોલમાં રહે છે.
હાઈ બીપીને કંટ્રોલ કરવા બીટનું સેવન ઉત્તમ માનવામાં આવે છે. તેમાં સામેલ નાઈટ્રિક ઓક્સાઈડથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. નાઈટ્રિક ઓક્સાઈડથી શરીરના દરેક ભાગમાં લોહીનું સર્ક્યુલેશન યોગ્ય રીતે થાય છે. તેનામાં સામેલ પોટેશિયમ પણ બીપી કંટ્રોલમાં રાખે છે.
અજમો
જે લોકો હાઈ બીપીથી પીડાય છે તેમના માટે અજમો ખૂબ ફાયદાકરક સાબીત થાય છે. અજમાના રસમાં સામેલ થૈલાઈડ લોહીની વાહિકાઓને આરામ આપે છે. તેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. બીપીના પેશન્ટે સવારે અજમાનું પાણી પીવું જોઈએ.
તરબૂચ
બીપીને કંટ્રોલ કરવા તરબૂચનું સેવન પણ કરી શકાય છે. કેમ કે તરબુચમાં સિટ્રુલાઈન તત્વ પ્રાકૃતિક રીતે સામેલ હોય છે. આ તત્વથી રક્ત વાહિકાઓને આરામ મળે છે. આથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.
કેળા
કેળામાં પોટેશિયમની માત્રા સારા પ્રમાણમાં હોય છે. જે લોકો હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડાય છે તેમના માટે પોટેશિયમ ઔષધિનુ કામ કરે છે. બીપીના પેશન્ટે સવારે કેળાનું સેવન કરવુ જોઈયે. આ સિવાય નાસ્તા તરીકે પણ કેળાનો ઉપયોગ કરી શકાય છે.