દિલ્હીની યમુના નદીમાં આગામી દિવસોમાં ક્રૂઝ સેવા શરૂ થશે. આ અંગે દિલ્હી સરકારે કેન્દ્ર સરકાર સાથે કરાર કર્યા હતા. ઈનલેંડ વોટરવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IWAI)એ મંગળવારે યમુના નદી પર ક્રૂઝ પર્યટનને પ્રોત્સાહન આપવા સમજૂતી કરાર કર્યા હતા. સત્તાવાર નિવેદન પ્રમાણે, સોનિયા વિહાર અને જગતપુર વચ્ચે ક્રૂઝ સેવા શરૂ કરાશે. આ કરારનો હેતુ યમુના નદીના ચાર કિલોમીટર વિસ્તારમાં ક્રૂઝ પર્યટનને વિકસિત કરવાનો અને પ્રોત્સાહન આપવાનો છે.
https://twitter.com/gupta_rekha/status/1899500229344612613
યમુના નદી પર ફેરી સેવા અને ક્રૂઝ પર્યટન: દિલ્હીના પર્યટન ક્ષેત્રમાં નવી કરાંતી
દિલ્હીના મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ જાહેરાત કરી કે યમુના નદી પર હવે ફેરી સેવા અને ક્રૂઝ પર્યટન શરૂ થશે, જે દિલ્હીવાસીઓ માટે એક નવી અનુભવયાત્રા હશે.
ફેરી સેવા અને ક્રૂઝ પર્યટનના મુખ્ય લાભો:
✅ દિલ્હીના પર્યટન ક્ષેત્રમાં વધારો: આધુનિક ક્રૂઝ સેવાની સાથે યમુનાને વૈશ્વિક પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે.
✅ સનાતન સંસ્કૃતિનો પ્રચાર: ગંગાની જેમ ભવ્ય યમુના આરતીનું આયોજન થશે, જે હજારો લોકોને સંસ્કૃતિ સાથે જોડશે.
✅ પર્યાવરણને અનુકૂળ ટેક્નોલોજી: ઈલેક્ટ્રિક-સોલર હાઈબ્રિડ બોટ્સ ચલાવવામાં આવશે, જે પ્રદૂષણરહિત રહેશે.
✅ આધુનિક સુવિધાઓ: બોટમાં બાયો-ટોયલેટ, લાઈફ જેકેટ, એનાઉન્સમેન્ટ સિસ્ટમ વગેરે ઉપલબ્ધ રહેશે.
ડબલ એન્જિન સરકારના નેતૃત્વમાં દિલ્હીમાં વિકાસ અને પર્યટન માટે નવા આકર્ષણો ઉમેરાઈ રહ્યાં છે.
હાલમાં અમદાવાદની સાબરમતી નદીમાં સફળતાપૂર્વક ક્રૂઝ સેવા ચલાવવામાં આવી રહી છે, અને હવે દિલ્હીની યમુના નદીમાં પણ ટૂંક સમયમાં ક્રૂઝ સેવા શરૂ થશે.
આ પ્રોજેક્ટ દિલ્હીના પર્યટનને નવી ઉંચાઈઓ પર લઈ જશે અને શહેરી પરિવહન માટે પણ એક નવી વિકલ્પ રજૂ કરશે. આધુનિક અને ઈકો-ફ્રેન્ડલી ક્રૂઝ બોટ્સ દ્વારા યમુના નદી પર પ્રવાસીઓ માટે અનોખી સફર સુનિશ્ચિત કરવામાં આવશે.