દિલ્હીના IGI એરપોર્ટથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, કસ્ટમ વિભાગે સોનાની દાણચોરીના કેસમાં કોંગ્રેસના નેતા શશિ થરૂરના સહાયક શિવકુમારની ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કસ્ટમ વિભાગે તેને દિલ્હીના IGI એરપોર્ટ પર સોનાની દાણચોરીના કેસમાં પકડ્યો છે. શિવ કુમાર તેના એક માણસ પાસેથી વિદેશથી લાવેલું સોનું હેન્ડઓવર લઈ રહ્યો હતો તે દરમિયાન તે કસ્ટમ ઓફિસરના હાથે ઝડપાઈ ગયો.
Delhi Customs has detained two persons in a gold smuggling case at Delhi airport on Wednesday, 29 May. One of them has been identified as Shiv Kumar Prasad, who claimed to be a PA of Congress leader Shashi Tharoor. A total of 500 grams of gold has been recovered from their…
— ANI (@ANI) May 30, 2024
નોંધનિય છે કે, અગાઉ દિલ્હીના IGI એરપોર્ટ પર કસ્ટમ વિભાગે સોનાની દાણચોરીના કેસમાં પાંચ ઉઝબેક નાગરિકોની ધરપકડ કરી હતી. ગયા ગુરુવારે (22 મે) મુંબઈથી આવ્યા બાદ IGI એરપોર્ટના ટર્મિનલ 1 પર પહોંચ્યા પછી તેને રોકી દેવામાં આવ્યો હતો. તમામ આરોપીઓ કસ્ટમ વિભાગની નજરથી બચીને મુંબઈ એરપોર્ટ પર ઈન્ટરનેશનલ અરાઈવલને બદલે દિલ્હીના ડોમેસ્ટિક ટર્મિનલ મારફતે દુબઈથી ખરીદેલું સોનું દાણચોરી કરવા માંગતા હતા.
2.8 કિલો સોનાની ચેઈન મળી
કસ્ટમ વિભાગે તે સમયે એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે, મુંબઈથી આવતા મુસાફરોને ઉતર્યા પછી કસ્ટમ વિભાગના અધિકારીઓ દ્વારા નવી દિલ્હીના IGI એરપોર્ટના ઇન્ટરનેશનલ એરાઇવલ્સ ટર્મિનલ-3 સ્થિત કસ્ટમ ઓફિસમાં લાવવામાં આવ્યા હતા. વ્યક્તિઓ અને સામાનની તપાસ કર્યા પછી 2.8 કિલો વજનની નવ સોનાની ચેન મળી આવી હતી, એમ નિવેદનમાં જણાવાયું છે. ઝડપાયેલા સોનાની કુલ કિંમત 1.92 કરોડ રૂપિયા છે.