Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 20°C

ઉલાહસનગર મુંબઈ થી દારૂ લાવી ભાવનગરમાં વેચતી ગેંગને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ

ઉલાહસનગર મુંબઈ થી દારૂ લાવી ભાવનગરમાં વેચતી ગેંગને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ

ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની ૪૮ બોટલ નંગ જેની કિ.રૂ.૩૫,૨૫૦ સહિત કુલ રૂ.૪૧,૭૫૦ ના મુદ્દામાલ સાથે કુલ-૦૩ ઇસમોને ઝડપી લેતી ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડ , ગેંગ ના અન્ય સાથી ને પકડવાના બાકી

ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો પેટ્રોલીંગમાં હતાં ત્યારે એસ.ટી બસ સ્ટેશન બહાર જાહેર રોડ ઉપર આવતાં મનુ તખતમલ પંજાબી, રાજેશભાઇ હરગુનદાસ કટારા અને રમેશભાઇ મોહનદાસ છતલાણીની શંકાસ્પદ હાલતમાં મોટી બેગ-૦૨ તથા થેલારાજેશભાઇ હરગુનદાસ કટારા સાથે જોવામાં આવેલ. જે ત્રણેય પાસે રહેલ બેગ તથા થેલામાંથી ૪૮ બોટલ નંગ ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવતાં કબ્જે કરી તેઓ વિરૂધ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ તજવીજ હાથ ધરેલ છે જ્યારે મુંબઈ થી દારૂ મોકલનાર મનીષ ઉર્ફે કલુ રમેશભાઇ ધામેચા અને ભાવના ઉર્ફે વર્ષા તારાચંદ કુકડેજા પકડવાના બાકી છે તેમજ જથ્થો લેનાર જયેશ ચેલારામ આહુજા અને પ્રદિપ લખુમલ વાધવા ને પકડવાની પોલીસ દ્વારા તજવીજ શરૂ કરી દેવામાં આવી છે.

 

 

રિપોર્ટ-સિદ્ધાર્થ ગોઘારી(ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.