આણંદ પોલીસ અધિક્ષક દ્વારા દિન પ્રતિદિન સાયબર ક્રાઇમના બની રહેલા બનાવો સબંધે નાગરીકોમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ લાવવા અને આવા બનાવો બનતા અટકે તે હેતુથી જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવા બાબતે સૂચના આપેલ હતી.
જે અનુસંધાને આણંદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ASI મુસ્તકીમ મલેક તેમજ PSI જયશ્રીબેન પરમાર.ખંભોળજ દ્વારા સાયબર જાગૃતતા બાબતે વિસ્તૃત માહિતી આપી તેમજ સાયબર ક્રાઇમ બને તો તાત્કાલીક હેલ્પલાઇન નંબર ૧૯૩૦ ડાયલ કરી ફરિયાદ કરવા વિશે માહિતી આપી
આ કાર્યક્રમમાં ઓડનગર પાલિકા પ્રમુખ સંજયભાઈ પટેલ,નગરપાલિકા સભ્યો ભૂતપૂર્વ ભાજપ પ્રમુખ ભરતભાઈ પટેલ, ભાજપ પ્રમુખ હિરેન પટેલ,પોલીસમિત્ર મુકેશભાઈ પટેલ અને ઓડ પોલીસ સ્ટેશનો સ્ટાફ, ઓડના નાગરિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં