CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં બિપરજોય વાવાઝોડાના તોળાઈ રહેલા સંભવિત સંકટ સામે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા આયોજનની ઉચ્ચસ્તરીય બેઠકમાં વિગતો મેળવી હતી. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ સચિવો પાસેથી સીએમે માહિતી મેળવી હતી.
અધિકારીઓ તરફથી સીએમને માહિતી અપાઇ હતી કે એન.ડી.આર.એફ.ની 15 તથા એસ.ડી.આર.એફ.ની 12 ટીમો સંભવિત વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોમાં તૈનાત કરાઇ છે. માર્ગ અને મકાન વિભાગની 115 ટીમો, ઊર્જા વિભાગની 597 ટીમો સંભવિત આપત્તિમાં માર્ગ પરની આડશો, દુરસ્તીકામ તથા વીજપુરવઠાની વિપરિત અસરો સામે પુનઃસ્થાપન માટે સજ્જ છે.
અરબ સાગરમાં સર્જાયેલા બિપરજોય ચક્રવાત પહોંચીવળવા મુખ્યમંત્રીશ્રી @bhupendrapbjp ની સૂચના અન્વયે ગતરોજ સંભવિત વાવાઝોડા અંગે સ્થળ નિરીક્ષણ કરી, જુનાગઢ જીલ્લા કલેકટર કચેરી ખાતે સરકારશ્રીના વિવિઘ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પાર્ટીના હોદ્દેદારો,ધારાસભ્યશ્રી અને મેયરશ્રી જોડે pic.twitter.com/fA9TiU03Z7
— Jagdish Vishwakarma (@MLAJagdish) June 14, 2023
કચ્છમાં 40 હજારથી વધુ ફૂડ પેકેટ-બે હજાર કિલોગ્રામ મિલ્ક પાવડર 45 હજાર ટ્રેટાપેક મિલ્ક જરૂરતમંદ લોકોને પહોંચાડવા તૈયાર કરવામાં આવ્યા છે. આઠ જિલ્લાઓમાં કુલ 37,794 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર 869 મીઠા અગરના 6229 અગરિયાઓને પણ અન્યત્ર શિફ્ટ કરવામાં આવ્યા. સાવચેતીના પગલારૂપે આ દરિયાઇ વિસ્તારના આઠ જિલ્લામાં કુલ 4050 હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા છે.