Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 25°C

નડિયાદ : શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને અનોખા સ્કૂલ યુનિફોર્મના દિવ્ય શણગાર કરવામાં આવ્યા

નડિયાદ : શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને અનોખા સ્કૂલ યુનિફોર્મના દિવ્ય શણગાર કરવામાં આવ્યા

આજે શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા સ્કૂલ યુનિફોર્મ ના દિવ્ય શણગાર કરવામાં આવ્યા તથા દાદાને સુખડી તથા જાંબુ નો ભોગ ધરાવવામાં આવ્યો.

સવારે 6:30 કલાકે શણગાર આરતી કરવામાં આવી.
અત્યારે શાળાઓ ચાલુ થઈ ગઈ છે અને સરકારશ્રી શાળા પ્રવેશોત્સવ ઉજવી રહી છે ત્યારે દાદાના ગર્ભ ગૃહને અલગ અલગ સ્કૂલોના યુનિફોર્મ થી શણગારવામાં આવ્યું અને દાદાને સ્કૂલ યુનિફોર્મ પહેરાવવામાં આવ્યો અને દાદાને સોડશોપચાર પૂજા 11 કીલો ગુલાબથી કરવામાં આવી. અતિશય ગરમીના કારણે દાદાને ગરમી ના લાગે તે માટે કુલર પણ મૂકવામાં આવ્યું.

આ પ્રસંગે દાદા ને મલિન્દો જમાડી ધન્યતા અનુભવી અને મંદિરમાં રામધૂન કરવામાં આવી. આ મંદિર 140 વર્ષ જૂનું મંદિર છે જે નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે આવેલું છે. જે મંદિરે દર શનિવારે અલગ અલગ પ્રકારના અનોખા શણગાર દાદાને કરવામાં આવે છે અને દાદાને મહાભોગ ધરાવામાં આવે છે અને ભક્તો આ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે.
અનોખા દર્શન નો લાભ લેવા ભક્તો સવારથી મોટી સંખ્યામાં આવે છે.

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.