ભારતીય સુરક્ષા એજન્સીઓએ મોટી સફળતા હાંસલ કરતાં અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના નજીકના સાથી અને આંતરરાષ્ટ્રીય ડ્રગ કાર્ટેલના માસ્ટરમાઈન્ડ સલીમ ડોલાનું ભારતમાં પ્રત્યાર્પણ કર્યું છે. 26 એપ્રિલે ઇસ્તંબુલમાં ધરપકડ બાદ તેને સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા દિલ્હી લાવવામાં આવ્યો હતો.
આ ઑપરેશન ભારતીય ગુપ્તચર એજન્સીઓ અને આંતરરાષ્ટ્રીય તપાસ સંસ્થાઓના સંકલનથી સફળ થયું છે. સલીમ ડોલા 2018માં જામીન પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયો હતો અને ત્યારથી પોલીસ તેની શોધખોળ કરી રહી હતી.
A close aide of Dawood Ibrahim, Salim Dola, has been brought to India. He was deported to India and landed at a technical airport in Delhi earlier today. The deportation was carried out after a coordinated operation by intelligence agencies in collaboration with international…
— ANI (@ANI) April 28, 2026
રાજદ્વારી વ્યૂહરચનાથી શક્ય બન્યું પ્રત્યાર્પણ
સલીમ ડોલાની ધરપકડ પાછળ જટિલ આંતરરાષ્ટ્રીય વ્યૂહરચના કાર્યરત હતી.
- ભારત-તૂર્કી વચ્ચે સીધી પ્રત્યાર્પણ સંધિ નથી
- યુએઈનો સહયોગ લેવામાં આવ્યો
- નકલી UAE પાસપોર્ટના આધારે પ્રક્રિયા સરળ બની
તેના પુત્ર તાહિર ડોલાની પૂછપરછમાં મળેલા ડિજિટલ પુરાવાઓએ ઇસ્તંબુલમાં તેના ઠેકાણાં શોધવામાં મદદ કરી હતી.
સિન્થેટિક ડ્રગ્સ નેટવર્કનો મુખ્ય સુત્રધાર
તપાસ એજન્સીઓ મુજબ સલીમ ડોલા ‘ડી-કંપની’ના ડ્રગ નેટવર્કનો મુખ્ય ફાઇનાન્સર હતો.
- મેફેડ્રોન (MD) ડ્રગ્સના ઉત્પાદન અને વિતરણનું સંચાલન
- દુબઈ અને તૂર્કીથી ઓપરેશન
- મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ગુપ્ત લેબ્સને સપ્લાય
- ડ્રગ્સનું નિકાસ બ્રિટન અને દક્ષિણ-પૂર્વ એશિયામાં
આ નેટવર્કનો અંદાજિત વેપાર ₹5,000 કરોડથી વધુનો માનવામાં આવે છે.
ગુનાહિત ઇતિહાસ લાંબો
સલીમ ડોલા છેલ્લા ઘણા દાયકાથી ગુનાખોરીમાં સંકળાયેલો છે.
- 1998માં મુંબઈ એરપોર્ટ પર ડ્રગ્સ સાથે પકડાયો
- 2017માં DRI દ્વારા ગુટખા સ્મગલિંગ કેસમાં ધરપકડ
- 2024માં સાંગલીમાં ₹253 કરોડના ડ્રગ્સ કેસમાં નામ
NDPS અને મની લોન્ડરિંગ કેસ
હાલમાં સલીમ ડોલાની ગુપ્ત સ્થળે પૂછપરછ ચાલી રહી છે.
- NDPS એક્ટ હેઠળ ડઝનથી વધુ કેસ
- ED દ્વારા મની લોન્ડરિંગની તપાસ
- ટૂંક સમયમાં મુંબઈ કોર્ટમાં રજૂઆત
પોલીસ રિમાન્ડ માટે અરજી કરશે.
આગળની તપાસમાં શું બહાર આવી શકે?
એજન્સીઓને આશા છે કે:
- ભારતમાં કાર્યરત ડ્રગ્સ નેટવર્કના ‘સ્લીપર સેલ’ બહાર આવશે
- હવાલા ચેનલ્સ વિશે મહત્વની માહિતી મળશે
- હાઈ-પ્રોફાઈલ ડ્રગ પાર્ટી કનેક્શન ખુલશે
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel