ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય અને ઐતિહાસિક જીત નોંધાવી છે. નડિયાદ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે એકતરફી વિજય મેળવી સત્તાના સૂત્રો પોતાના હાથમાં લીધા છે.
નડિયાદ મહાનગરપાલિકાની કુલ 52 બેઠકો માટે ભારે રસાકસી ભર્યો જંગ ખેલાયો હતો. જેમાં જાહેર થયેલા પરિણામો મુજબ ભાજપે 51 બેઠકો પર શાનદાર જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસ માત્ર 1 બેઠક પર સમેટાઈ ગઈ છે.
આ પરિણામોથી ભાજપે નડિયાદ શહેરમાં પોતાનું એકહથ્થુ શાસન સ્થાપિત કર્યું છે. કોંગ્રેસ માટે આ પરિણામો મોટો રાજકીય ફટકો માનવામાં આવી રહ્યા છે.
નડિયાદ શહેરના મતદાતાઓએ વિકાસના મુદ્દાને પ્રાથમિકતા આપીને ભાજપ પર ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત કર્યો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel