તાજેતરમાં બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા અને વધતી હિંસા વચ્ચે હિંદુ સમુદાયને નિશાન બનાવવાના બનાવો સતત સામે આવી રહ્યા છે. આ જ કડીમાં એક વધુ ચિંતાજનક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં બાંગ્લાદેશની એક કોલેજમાં અભ્યાસ કરતા હિંદુ વિદ્યાર્થીની લાશ નદીમાં તરતી હાલતમાં મળી આવી છે. મૃત વિદ્યાર્થીનું નામ અભિ ચંદ્રા હતું, જે નાઓગાંવ સરકારી કોલેજમાં મેનેજમેન્ટ વિભાગમાં ચોથા વર્ષનો ઑનર્સનો વિદ્યાર્થી હતો અને બોગુરા જિલ્લાના આદમદિઘી તાલુકાના સંતાહરનો રહેવાસી હતો.
बांग्लादेश: नौगांव नदी से हिंदू युवक अभी चंद्रा का शव बरामद, मौत का कारण जांच के अधीन!
बांग्लादेश के नौगांव जिले में पुलिस ने नौगांव नदी से हिंदू युवक अभी चंद्रा का शव बरामद किया है।
अभी नौगांव गवर्नमेंट कॉलेज के मैनेजमेंट विभाग के मेधावी छात्र थे और कॉलेज में प्रथम स्थान… pic.twitter.com/4ta0yNsU4c
— One India News (@oneindianewscom) January 21, 2026
અભિ 11 જાન્યુઆરીથી અચાનક ગાયબ થઈ ગયો હતો, જેને લઈને પરિવારજનોએ ભારે શોધખોળ કરી હતી અને અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ 18 જાન્યુઆરીની બપોરે નાઓગાંવ શહેરના કલીતલા શ્મશાન ઘટ નજીક આવેલી નદીમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને કપડાંના આધારે ઓળખવામાં આવ્યો. નાઓગાંવ સદર પોલીસ સ્ટેશનના ઓફિસર-ઇન-ચાર્જ નિયામુલ ઇસ્લામે જણાવ્યું કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને મૃત્યુનું ચોક્કસ કારણ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે, જ્યારે હાલ સમગ્ર મામલે તપાસ ચાલુ છે.
આ ઘટનાને લઈને પરિવારજનો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ અને શંકા જોવા મળી રહી છે અને તેઓ આ મૃત્યુ આકસ્મિક છે કે પછી કોઈ ગુનાહિત કૃત્યનું પરિણામ છે તે અંગે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. નોંધનીય છે કે 18 ડિસેમ્બરે શરીફ ઉસ્માન હાદીના મોત બાદ દીપુ દાસ, ખોકન ચંદ્ર સહિત અનેક હિંદુઓ પર હત્યા, મારપીટ અને હુમલાની ઘટનાઓ સામે આવી ચૂકી છે, જેના કારણે આ નવી ઘટનાએ બાંગ્લાદેશમાં હિંદુઓની સુરક્ષા અને સ્થિતિ અંગે ગંભીર ચિંતા ઊભી કરી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel