ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં બુધવારે વાયુસેનાનું એક તાલીમી વિમાન કે.પી. કોલેજની પાછળ આવેલા તળાવમાં ક્રેશ થતા વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વિમાન શરૂઆતમાં સામાન્ય રીતે ઉડાન ભરી રહ્યું હતું, પરંતુ અચાનક તેનું સંતુલન બગડ્યું અને તેજીથી નીચે આવીને તળાવમાં ખાબકી પડ્યું. જોરદાર ધડાકાનો અવાજ સંભળાતા આસપાસના રહેણાંક વિસ્તારોમાં અફરાતફરી ફેલાઈ ગઈ અને સૈંકડો સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા. ઘટનાની જાણ થતા જ સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રને જાણ કરી હતી.
#WATCH | A trainee aircraft of the Indian Air Force crashes into a pond in Prayagraj, Uttar Pradesh
Details awaited. pic.twitter.com/jq5KyFW8Gc
— ANI (@ANI) January 21, 2026
વાયુસેનાના જણાવ્યા મુજબ, આ વિમાન રૂટિન ટ્રેનિંગ મિશન પર હતું અને તેમાં બે પાયલોટ સવાર હતા. અકસ્માત સમયે બંને પાયલોટે સમયસૂચકતા દાખવી સુરક્ષિત રીતે ઇજેક્ટ કર્યું હતું, પરંતુ તેઓ તળાવમાં ફસાઈ ગયા હતા. આ દરમિયાન સ્થાનિક લોકોએ કોઈ વિલંબ કર્યા વગર તળાવમાં કૂદી બંને પાયલોટને બહાર કાઢ્યા, જેના કારણે મોટી જાનહાનિ ટળી. બંને પાયલોટને કોઈ ગંભીર ઇજા થઈ નથી અને તેમની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે.
ઘટનાની માહિતી મળતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ અને વાયુસેનાની બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વહીવટીતંત્રે સમગ્ર વિસ્તારને બેરિકેડિંગ કરીને સુરક્ષા ઘેરામાં લઈ લીધો છે. હાલ ક્રેનની મદદથી તળાવમાંથી વિમાનને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે વાયુસેના અને વહીવટીતંત્રની સંયુક્ત ટીમ દ્વારા ટેકનિકલ ખામી અથવા સંતુલન બગડવાના કારણોની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat
🔗 https://www.youtube.com/@oneindianewscom