હિન્દુ સનાતન ધર્મમાં ગાય માતાનું વિશેષ મહત્વ રહેલું છે કેહવાય છે ગાય માતામાં રહેલા તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે ગળતેશ્વર તાલુકાના સેવાલીયા મહીસાગર નદીના કિનારે આવેલ શ્રી દેવઘોડા મહાદેવ મંદિરના પટાંગણમાં સર્વ ભક્તો તેત્રીસ કરોડ દેવી દેવતાઓના દર્શન કરી ધન્યતા અનુભવી શકે તેથી ગાયમાતાનું મંદિર બનાવવામાં આવ્યું છે જેમાં ગાય માતાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા યોજવામાં આવી હતી સવારે સેવાલીયા રામનગર સોસાયટીથી દેવઘોડા મહાદેવ મંદિર સુધી ગાય માતાની અને ઠાકુરજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
જે બાદ ગાય માતાના મંદિરે ગાય માતાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં સૌ ભક્તો જોડાયા હતા.