લંડનમાં રહેતા મૂળ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા રાષ્ટ્રગીત ગાવા માટે આમંત્રિત કર્યા ગીતાબા 1992માં ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ રમી ચૂક્યા છે અડવાળ ગામની દીકરી લંડનમાં ભારતને બહુમાન અપાવશેધંધૂકાના વતની એવા ગીતાબા ઝાલા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ભારતનું રાષ્ટ્રગીત ગાશે. ઉલ્લેખનીય છેકે, આજે લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ યોજાશે. ક્રિકેટ મેચ પહેલા બન્ને દેશના રાષ્ટ્રગીત ગવાશે.
લંડનમાં રહેતા મૂળ ગુજરાતના ધંધૂકાના વતની એવા ગીતાબા ઝાલા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ભારતનું રાષ્ટ્રગીત ગાશે. ઉલ્લેખનીય છેકે, આજે લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ યોજાશે. ક્રિકેટ મેચ પહેલા બન્ને દેશના રાષ્ટ્રગીત ગવાશે.
આજે લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ યોજાશે. ક્રિકેટ મેચ પહેલા બન્ને દેશના રાષ્ટ્રગીત ગવાશે. જેમાં ભારતનું રાષ્ટ્રગીત ‘જન ગણ મન અધિનાયક જય હૈ… ભારત ભાગ્ય વિધાતા’ ગાવાની તક ગુજરાતના અડવાળ ગામની દીકરી ગીતાબા ઝાલાને મળી છે. સંદેશ સાથેની વાતચીતમાં ગીતાબા ઝાલાએ કહ્યું કે, ‘એક ગુજરાતી તરીકે મારા માટે ગર્વની બાબત છે કે હું બ્રિટનમાં રહેતા હજારો ઈન્ડિયન્સ અને ભારતની મેચ જોવા આવેલા ભારતીય લોકોની હાજરીમાં ભારતનું રાષ્ટ્રગીત ગાઈશ.’ ECBએ ગીતાબાને રાષ્ટ્રગીત ગાવા માટે આમંત્રિત કર્યા છે.
મારું મૂળ વતન ધંધૂકા તાલુકાનું અડવાળ ગામ છે. પરંતુ મારો જન્મ બ્રિટનમાં થયો છે. હું રાજસ્થાનના અજમેરમાં ભણતી હતી ત્યારે અજમેર ડિસ્ટ્રિક્ટની ગર્લ્સ ક્રિકેટ ટીમમાં હું રમી ચૂકી છું. ક્રિકેટમાં મને નાનપણથી જ શોખ રહ્યો છે. આજે ભારતની ક્રિકેટ ટીમને હું રાષ્ટ્રગીત અર્પણ કરીશ. – ગીતાબા, સિંગર