Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 31°C

લાલ કિલ્લાથી અંતર, કોંગ્રેસ કાર્યાલય ઉપર “વંદે માતરમ્”નું અપમાન! રાહુલ-સોનિયાના વાયરલ વીડિયોથી કોંગ્રેસ ઘેરાઈ

લાલ કિલ્લાથી અંતર, કોંગ્રેસ કાર્યાલય ઉપર “વંદે માતરમ્”નું અપમાન! રાહુલ-સોનિયાના વાયરલ વીડિયોથી કોંગ્રેસ ઘેરાઈ

સ્વતંત્રતા દિવસના પાવન અવસરે કોંગ્રેસના ટોચના નેતાઓને લઈને ફરી એકવાર રાજકીય વિવાદ ઊભો થયો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી લાલ કિલ્લા ખાતે યોજાયેલા સ્વતંત્રતા દિવસના મુખ્ય સરકારી કાર્યક્રમમાં હાજર રહ્યા નહોતા. સતત બીજા વર્ષે કોંગ્રેસના આ બંને દિગ્ગજ નેતાઓએ લાલ કિલ્લાના કાર્યક્રમથી અંતર જાળવ્યું હોવાને કારણે પહેલેથી જ રાજકીય ચર્ચા ગરમ હતી, ત્યારે હવે કોંગ્રેસના રાષ્ટ્રીય કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પાર્ટી વધુ મુશ્કેલીમાં મુકાઈ છે.

કોંગ્રેસ મુખ્યાલય ખાતે યોજાયેલા સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં મલ્લિકાર્જુન ખડગેએ ધ્વજવંદન કર્યું હતું. આ પ્રસંગે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત પાર્ટીના અનેક વરિષ્ઠ નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’નું ગાન કરવામાં આવ્યું હતું. જોકે, આ ગાન દરમિયાન સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના હાવભાવને લઈને સોશિયલ મીડિયા પર અનેક સવાલો ઊભા થયા છે. વાયરલ વીડિયોને આધારે ભાજપે કોંગ્રેસ પર ‘વંદે માતરમ’ના અપમાનનો ગંભીર આરોપ લગાવ્યો છે.

વાયરલ વીડિયોમાં મલ્લિકાર્જુન ખડગે ધ્વજવંદન માટે ઊભા જોવા મળે છે અને તેમની નજીક સોનિયા ગાંધી હાજર છે. રાહુલ ગાંધી પણ થોડા અંતરે ઊભેલા જોવા મળે છે. ‘વંદે માતરમ’નું ગાન આગળ વધતાં ત્રીજા છંદ દરમિયાન રાહુલ ગાંધી ખડગે અને સોનિયા ગાંધી તરફ જોતા દેખાય છે. ત્યારબાદ ચોથો છંદ શરૂ થાય છે ત્યારે સોનિયા ગાંધી કોઈ બાબતને લઈને અસહમત હોય તેવા હાવભાવ સાથે ખડગે સાથે વાત કરતાં જોવા મળે છે. તેમની વાત સાંભળવા માટે એક કોંગ્રેસ કાર્યકર્તા પણ નજીક આવે છે. આ દૃશ્યોને લઈને સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે અને ભાજપે તેને રાષ્ટ્રગીત પ્રત્યે કોંગ્રેસના વલણ સાથે જોડીને પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે.

ગુજરાત ભાજપના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આ વીડિયો શેર કરીને કોંગ્રેસ સામે ગંભીર સવાલો ઊભા કરવામાં આવ્યા છે. ભાજપનો આરોપ છે કે કોંગ્રેસે ફરી એકવાર ‘વંદે માતરમ’ પ્રત્યે પોતાની નકારાત્મક માનસિકતા જાહેર કરી છે. ભાજપે એવો પણ આક્ષેપ કર્યો છે કે વોટબેંકના રાજકારણને ધ્યાનમાં રાખીને ‘વંદે માતરમ’ના સંપૂર્ણ ગાન સામે કોંગ્રેસના કેટલાક નેતાઓ અસહજ જોવા મળ્યા હતા. ભાજપના દાવા પ્રમાણે, દેશના સ્વતંત્રતા દિવસ જેવા રાષ્ટ્રીય પર્વ પર પણ કોંગ્રેસ રાષ્ટ્રભાવનાથી જોડાયેલા મુદ્દાઓમાં વિવાદ ઊભો કરી રહી છે.

આ સમગ્ર વિવાદને વધુ તીવ્ર બનાવતી બાબત એ છે કે એક તરફ કોંગ્રેસના ટોચના નેતાઓ લાલ કિલ્લા ખાતે યોજાયેલા મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમથી ગેરહાજર રહ્યા, જ્યારે બીજી તરફ પોતાના જ મુખ્યાલયમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ‘વંદે માતરમ’ને લઈને વિવાદ સર્જાયો.

સોશિયલ મીડિયા પર પણ અનેક યુઝર્સે સવાલ ઉઠાવ્યો છે કે સ્વતંત્રતા દિવસના અવસરે દેશની સૌથી જૂની રાજકીય પાર્ટીના ટોચના નેતાઓ મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમમાં કેમ હાજર રહ્યા નહોતા અને ‘વંદે માતરમ’ના ગાન દરમિયાન એવો માહોલ શા માટે સર્જાયો કે જેના કારણે વિવાદ ઊભો થયો.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.