પ્રકૃતિ અને વિદ્યાર્થીઓને જોડીને ચાલતાં ‘ધરતીનાં છોરું’ અભિયાન અંતર્ગત સણોસરા પંથકમાં ચકલી માળા તથા ચણ પાત્ર વિતરણ કરાયું છે. રાજકોટ સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થાનાં સૌજન્ય સાથે આ આયોજન થયું.
પ્રકૃતિ પર્યાવરણ જાળવણી અને સંવર્ધન શિક્ષણ કેળવણી હેતુ ઈશ્વરિયાનાં કાર્યકર્તા પત્રકાર મૂકેશ પંડિત પ્રેરિત ‘ધરતીનાં છોરું’ અભિયાન અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે.
‘ધરતીનાં છોરું’ અભિયાન દ્વારા સણોસરા પંથકમાં ચકલી માળા તથા ચણ પાત્ર વિતરણ કરાયું છે, જેનાં પ્રારંભમાં વક્તા વૈશાલીબાળા જોડાયાં. ઈશ્વરિયા સાથે રંઘોળા, જાળિયા, રામધરી, આંબલા, રેવા, કૃષ્ણપરા, સણોસરા, ઉગામેડી, કુંઢેલી, સિહોર, ભાવનગર સહિત ગામોમાં શાળા સંસ્થા અને કાર્યકર્તાઓમાં આ વિતરણ કરવામાં આવેલ છે.
સામાજિક સેવા સાથે વૃક્ષારોપણ પ્રવૃત્તિમાં રહેલ રાજકોટ સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થાનાં સૌજન્ય સાથે આ આયોજન થયું, જેનો સણોસરા પંથકમાં વિશેષ લાભ મળ્યો.
રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)