ઉનાળો આવી ગયો છે અને આ સિઝનમાં લોકો ડીહાઈડ્રેશનની સમસ્યાથી બચવા માટે લીંબુ પાણી પીવે છે. ગરમીથી બચવા ઉપરાંત, મોટાભાગના લોકો લીંબુ પાણી લીંબુ શિકંજી અને લીંબુ શરબત પણ પીવે છે કારણ કે તે કાળજાળ ગરમીમાં રાહત આપે છે. અલબત્ત, લીંબુ પાણી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પરંતુ કેટલાક લોકો માટે તે સમસ્યાઓનું કારણ બની શકે છે. નિષ્ણાતો કહે છે કે વધુ પડતું લીંબુ પાણી સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.
નિષ્ણાંત મુજબ વૃદ્ધત્વ વિરોધી હોય કે વજન ઘટાડવાની વાત હોય, લોકો હંમેશા લીંબુ પાણી પર આધાર રાખે છે. લીંબુમાં વિટામિન સી, ઝિંક અને ફોલિક એસિડ મળી આવે છે, જે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. ડાયટિશિયન માધવી કહે છે કે દરેક સારી વસ્તુના ગેરફાયદા પણ હોય છે. ત્યારે ચાલો જાણીએ કે વધારે પડતુ જ લીંબુ પાણી પીવામાં આવે તો શું નુકસાન થઈ શકે છે.
દાંતને નુકસાન : નિષ્ણાતોનું કહેવું છે કે રોજ વધારે માત્રામાં લીંબુ પાણી પીવાથી દાંત પર વિપરીત અસર થાય છે. લીંબુમાં સાઇટ્રિક એસિડની માત્રા વધુ હોય છે, તેથી તમારા દાંતમાં સંવેદનશીલતાની સમસ્યા થઈ શકે છે. વધુ પડતા લીંબુ પાણીથી પણ દાંતને અસર થાય છે.
એસિડિટીની સમસ્યા થઈ શકે છે : જે લોકો પહેલાથી જ ગેસ કે એસિડિટીની સમસ્યાથી પરેશાન હોય તેમણે લીંબુ પાણી પીવાનું ટાળવું જોઈએ. તેમાં સાઇટ્રિક એસિડનું પ્રમાણ વધુ હોવાથી એસિડિટી વધવાનું જોખમ રહેલું છે. જેમને એસિડિટીની સમસ્યા હોય તેમણે ખાલી પેટ લીંબુ પાણી ન પીવું જોઈએ.
કિડની પર અસર : ડાયટિશિયન માધવી કહે છે કે જો કોઈને કિડની સંબંધિત કોઈ સમસ્યા હોય તો પણ તેણે ખાલી પેટે લીંબુ પાણી પીવાનું ટાળવું જોઈએ. આ કારણે તમારી કિડની પર વધારાનું દબાણ આવી શકે છે. તેથી, ધ્યાનમાં રાખો કે ક્રોનિક કિડની રોગથી પીડિત લોકોએ ખાલી પેટ લીંબુ પાણી પીવું જોઈએ નહીં.
હાડકાની સમસ્યાઓ : હાડકાને લગતી સમસ્યાઓ હોય તો લીંબુ પાણી વધારે ન પીવું જોઈએ. તેનાથી હાડકાંને નુકસાન થઈ શકે છે. લીંબુ પાણીનું એસિડ હાડકામાં જમા થયેલા કેલ્શિયમને ઝડપથી ખતમ કરી શકે છે, જે પેશાબ દ્વારા બહાર નિકળી જાય છે. આના કારણે હાડકાં નબળા અને પોલા પડી શકે છે અને ઓસ્ટીયોપોરોસીસનું જોખમ પણ અનેકગણું વધી શકે છે.