Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 29°C

શું શેરડીનો રસ પીવાથી શુગર લેવલ વધે છે ? ICMR માર્ગદર્શિકા પર નિષ્ણાતોના અભિપ્રાય જાણો

શું શેરડીનો રસ પીવાથી શુગર લેવલ વધે છે ? ICMR માર્ગદર્શિકા પર નિષ્ણાતોના અભિપ્રાય જાણો

સમગ્ર દેશમાં ભારે ગરમી પડી રહી છે. ઘણા રાજ્યોમાં તાપમાન 45 ડિગ્રીને પાર કરી ગયું છે. વધુ પડતી ગરમીના કારણે શરીરમાં પાણીની ઉણપ થાય છે. આવી સ્થિતિમાં, લોકો શરીરને ઠંડુ અને હાઇડ્રેટ રાખવા માટે લિક્વિડ ડાયટ લેવાનું પસંદ કરે છે. વધતી ગરમીના કારણે લોકો શેરડીનો રસ પણ પી રહ્યા છે, પરંતુ કેટલાક લોકો તેને વધુ માત્રામાં પી રહ્યા છે. આવી સ્થિતિમાં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે ICMRએ શેરડીના રસ અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે.

ICMR અનુસાર શેરડીના રસનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. કારણ કે તેમાં ખાંડની માત્રા વધુ હોય છે, જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. ICMR એ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશન સાથે મળીને માર્ગદર્શિકા બહાર પાડી છે. તેમાં શેરડીના રસનો પણ ઉલ્લેખ છે. ICMR એ તેને ઓછી માત્રામાં પીવાની સલાહ આપી છે. હવે સવાલ એ થાય છે કે શેરડીના રસમાં શુગરનું પ્રમાણ કેટલું છે હોય, તો ચાલો આજે અમે તમને આ સવાલનો જવાબ આપીએ.

ખાંડનું પ્રમાણ શું છે?

ICMRએ કહ્યું છે કે પુખ્ત વ્યક્તિએ 24 કલાકમાં 30 ગ્રામથી વધુ શુગરનું સેવન ન કરવું જોઈએ. આ સિવાય 7 થી 10 વર્ષના બાળકો માટે આ પ્રમાણ 24 ગ્રામ છે. ICMRએ કહ્યું છે કે 100 મિલી શેરડીના રસમાં 13 થી 15 ગ્રામ શુગર હોય છે. આવી સ્થિતિમાં જો તમે શેરડીનો રસ વધારે પ્રમાણમાં પીવો છો તો તેનાથી શરીરમાં શુગરની માત્રા વધી શકે છે. શેરડીનો રસ લાંબા સમય સુધી પીવાથી ડાયાબિટીસનો ખતરો વધી જાય છે. જેમને પહેલેથી જ ડાયાબિટીસ છે તેમને શેરડીનો રસ નુકસાન પહોંચાડી શકે છે.

નિષ્ણાતો શું કહે છે

દિલ્હીની લેડી હાર્ડિન્જ મેડિકલ હોસ્પિટલના મેડિસિન વિભાગમાં ડૉ. એસએલ ખોટેકર કહે છે કે ડાયાબિટીસના દર્દીઓએ વધારે માત્રામાં શેરડીનો રસ પીવાનું ટાળવું જોઈએ. કારણ કે તેમાં પ્રાકૃતિક શુગર હોય છે. શેરડીના રસમાં ગ્લાયસેમિક તત્વ પણ ખૂબ વધારે હોય છે. જેના કારણે ડાયાબિટીસના દર્દીઓના બ્લડ શુગર લેવલ ઝડપથી વધી શકે છે. આવી સ્થિતિમાં ડાયાબિટીસના દર્દીઓએ આ રસથી દૂર રહેવું જોઈએ. જો તમને પીવાનું મન થાય તો પણ તમારે તમારા ડૉક્ટરની સલાહ પર જ પીવું જોઈએ જેમને ડાયાબિટીસ નથી તેમણે પણ શેરડીનો રસ મર્યાદિત માત્રામાં પીવો જોઈએ. દિવસમાં એક ગ્લાસ રસ પૂરતો છે. પરંતુ તે દરરોજ પીશો નહીં. તમે બે થી ત્રણ દિવસમાં એકવાર એક ગ્લાસ જ્યુસ પી શકો છો. તેનાથી કોઈ નુકસાન નહીં થાય, પરંતુ જો જ્યૂસ પીવાથી તમારું શુગર લેવલ અચાનક વધી રહ્યું છે તો તેને પીવો નહીં.

વધતા તાપમાનમાં હાઇડ્રેટેડ કેવી રીતે રહેવું?

  1. પાણીનું સેવન કરતા રહો. આ ઉનાળામાં દરરોજ 7-8 ગ્લાસ પાણી પીવો.
  2. શરીરમાં પાણીની ઉણપને પૂરી કરવા માટે, કાકડી, તરબૂચ અને ટેટી જેવા પાણીયુક્ત ફળો અને શાકભાજી ખાઓ. તમારા આહારમાં આનો સમાવેશ કરો
  3. વધુ માત્રામાં આલ્કોહોલ અને મીઠાઈઓનું સેવન ન કરો.
  4. ઘરની બહાર નીકળતી વખતે પણ પાણી પીતા રહો
  5. માથાને ઢાંકીને બહાર જાઓ.
Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.