Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 28°C

ગાંધીનગર બેઠક પર અમિત શાહની 7 લાખની લીડથી થઈ વિક્રમી જીત

ગાંધીનગર બેઠક પર અમિત શાહની 7 લાખની લીડથી થઈ વિક્રમી જીત

ગુજરાતની ગાંધીનગર બેઠક 35 વર્ષથી ભાજપ પાસે છે. અમિત શાહ પહેલા આ સીટ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની હતી. આ બેઠક ભાજપની ખૂબ જ સુરક્ષિત બેઠક માનવામાં આવે છે. અડવાણી આ સીટ પરથી 6 વખત ચૂંટણી જીત્યા છે. આ પછી 2019માં ભાજપે આ સીટ પરથી અમિત શાહને મેદાનમાં ઉતાર્યા હતા. અમિત શાહ બીજી વખત અહીંથી ચૂંટણી લડી હતી. આ વખતે લોકસભા ચૂંટણીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો મુકાબલો કોંગ્રેસની સોનલ પટેલ સાથે થયો હતો. અંતે અમિત શાહે મોટી જીત મેળવી છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની જવાબદારી

કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ જાહેર જીવનમાં 40 વર્ષથી સક્રીય છે. અમિત શાહે પોલીંગ બુથ એજન્ટથી લઈ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સુધીની જવાબદારી નિભાવી છે.જુલાઈ 2014 માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની જવાબદારી અમિત શાહને સોંપાઈ હતી. 2020 સુધી તેઓએ રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા હતા. 1982માં એબીવીપી ગુજરાતના સહમંત્રી બન્યા હતા. 1984માં અમદાવાદના નારાણપુરામાં પોલીંગ બુથની જવાબદારી નિભાવવાથી રાજકારણમાં આગળ વધવાની શરુઆત કરી હતી.

લોકસભાની ચૂંટણી લડીને સાંસદ તરીકે ચૂંટાયા

1980માં તેઓ આરએસએસમાં જોડાયા હતા. વર્ષ 1997માં સરખેજ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી ધારાસભ્ય બન્યા હતા. 2019માં ગાંધીનગર બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડીને સાંસદ તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2002 થી 2010 સુધી ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન રહ્યા હતા. ગુજરાત ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ પદે પણ અમિત શાહ રહી ચુક્યા છે.

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.