થોડા દિવસો પછી મહિલાનો પતિ વધુ બીમાર થઈ જતા બારડોલી બતાવવા લઈ ગયા હતા અને થોડા દિવસ પછી એમનું મૃત્યુ થઈ ગયું હતું
થોડા દિવસ પછી મહિલાએ ડોક્ટર અંકિત ચૌધરી નો સંપર્ક કરીને જાણવાનો પ્રયાસ કર્યો હતો કે મારા પતિને શું બીમારી હતી જેને કારણે એમનું મૃત્યુ થયું હતું
ડોક્ટર અંકિત ચૌધરી દ્વારા પંદર દિવસ પછી ફરીથી મહિલાને એના મોબાઈલ ઉપર whatsappમાં hi કરીને મેસેજ કરીને વાત કરવાનો પ્રયાસ કર્યો હતો અને આ આદિવાસી મહિલાએ પણ ડોક્ટરને જવાબ આપ્યો હતો
ધીરે ધીરે બંનેની વાતચીત આગળ વધતા ડોક્ટર દ્વારા મહિલાને પોતાના ક્લિનિક ઉપર મળવા માટે બોલાવવામાં આવે છે અને ત્યાં ડોક્ટર કહે છે કે હું તારી સાથે લગ્ન કરીશ અને તારી નાની છોકરીને પણ હું અપનાવીશ તું મારી સાથે શારીરિક સંબંધ રાખ આમ ડોક્ટરની વાતમાં આવીને આદિવાસી મહિલા અંકિત ચૌધરી સાથે શારીરિક સંબંધ રાખે છે.
સમય વીતી જતા મહિલા દ્વારા ડોક્ટરને લગ્ન માટે દબાણ કરવામાં આવે છે ત્યારે ડોક્ટર કહે છે કે તારે તારો હિન્દુ ધર્મ છોડીને ખ્રિસ્તી ધર્મ અપનાવો પડશે અને તારે ચર્ચમાં જવું પડશે, મહિલા પોતાના ભવિષ્ય માટે ડોક્ટરની વાત માનીને ચર્ચમાં પણ જવા લાગી ત્યાર પછી મહિલા પાછું લગ્ન માટે અંકિત ચૌધરીને વાત કરે છે ત્યારે એના દ્વારા કહેવામાં આવે છે કે તારે બાપ્તીસમ કરાવવું પડશે
આદિવાસી મહિલા પોતાના અને પોતાની નાની છોકરીના ભવિષ્ય માટે બાપ્તીસમ કરવા માટે પણ સંમત થઈ ગઈ, ડોક્ટર અંકિત ચૌધરી ના પિતાજી રામજીભાઈ દુબલભાઈ ચૌધરી જે લાખગામ, તાલુકો માંડવી માં રહે છે અને એ ગામમાં પાસ્ટર છે, ડોક્ટર અંકિત ચૌધરીના કેહેવા પ્રમાણે એના પિતાજી જે પાસ્ટર છે તેમણે લાખગામ ખાતે આવેલ નદીમાં આ આદિવાસી વિધવા મહિલા નું
બાપ્તીસમ કરાવ્યું
ત્યારબાદ મહિલા દ્વારા ફરીથી લગ્ન માટે ડોક્ટર અંકિત ચૌધરીને વાત કરતા તેના દ્વારા ના પાડી દેવામાં આવી અને આ આદિવાસી મહિલાને છોડી દીધી,
આદિવાસી મહિલાને પોતાની સાથે છેતરપિંડી કરી જબરજસ્તીથી શારીરિક સંબંધ બાંધ્યા અને પોતાનો હિન્દુ ધર્મ છોડીને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટેનો દુષ્ટ પ્રચાર કરવા માટે માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.
માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કર્યા ને પણ સાત દિવસથી વધારે નો સમય વીતી ગયો છતાં હજુ સુધી આરોપી ડોક્ટર અંકિત ચૌધરી પોલીસ પકડથી દૂર છે.
શું આ આદિવાસી વિધવા મહિલા ને ન્યાય મળશે ખરો ??