ભાવનગરથી ૨૨ કિમી દૂર આવેલ કોળીયાક ગામે નિષ્કલંક મહાદેવજી નું મંદિર આવેલ છે જે અતિ પૌરાણિક અને આસ્થાનું કેન્દ્ર છે , જેને લઈને ભારતભરમાં થી લોકો દર્શન માટે આવે છે . ગઈકાલે તમિલનાડુ થી ૨૮ શ્રદ્ધાળુઓની બસ અહી દર્શન માટે આવી હતી . પરંતુ દર્શને જતા પેહલા ગુંદી અને કોળીયાક ગામ ને જોડતો માળેશ્રી નદી ઉપરના પુલ પર પાણીના પ્રવાહમાં સાંજે ૬ કલાકે ફસાય હતી .
ત્રણ દિવસ ની ભારે થી અતિ ભારે વરસાદની આગાહી હોવા છતાંય ભાવનગરમાં NDRF કે SDRF ની ટીમ સ્ટેન્ડ બાય માં ન હતી અને અમરેલી થી ટીમ આવતા ચાર કલાક ની વાર લાગી હતી , તે પેહલા ફાયર ટીમ , કલકેટર , પોલીસ કાફલો કોળીયાક પોહચી ગયો હતો પરંતુ તેમ છતાંય કોઈ કામગીરી કરવામાં આવી ન હતી . અંતે અમરેલીથી ટીમ આવી અને ગામ લોકોના સહયોગ થી રાત્રિના ૨ કલાકે રેસ્ક્યું કરવામાં આવ્યું હતું .
ભાવનગર જિલ્લા તંત્ર દ્વારા સ્ટેન્ડ બાયના નામે મીંડું હતું ત્યારે આવી પરિસ્થિત ઊભી થવા પામી છે . જો વરસાદ ના કારણે પ્રવાહ વધ્યો હોય તો ૨૮ શ્રદ્ધાળુઓની જવાબદારી કોણે લીધી હોત કે પછી અમાં પણ રાજકોટ કે સુરત ની જેમ કમિટી બનાવી ભીનું સંકેલી લેવામાં આવતું ?
રિપોર્ટ સિદ્ધાર્થ ગોઘારી(ભાવનગર)