દ્વારકા એક્સપ્રેસ વેના હરિયાણાવાળા ભાગનું આજે ઉદઘાટન થવાનું છે. આ એક એલિવેટેડ એક્સપ્રેસ વે છે. તેનાથી નેશનલ હાઈવે 48 પર દિલ્હી અને ગુરુગ્રામ વચ્ચે વાહનવ્યવહારને સુગમ બનાવવા અને વાહનોની ભીડ ઘટાડવામાં મદદ મળશે. 8 લેનવાળો 19 કિ.મી.નો આ હિસ્સો લગભગ 4100 કરોડના ખર્ચે તૈયાર થયો છે. તે દિલ્હીમાં ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ તથા ગુરુગ્રામ બાયપાસ સાથે સીધી કનેક્ટિવિટી આપશે. પીએમ મોદીના હસ્તે તેનું ઉદઘાટન થવાનું છે.
Today is an important day for connectivity across India. At around 12 noon today, 112 National Highways, spread across different states, will be dedicated to the nation or their foundation stones would be laid. The Haryana Section of Dwarka Expressway will be inaugurated. These… pic.twitter.com/7uS1ETc8lj
— Narendra Modi (@narendramodi) March 11, 2024
વડાપ્રધાન મોદીએ કરી ટ્વિટ
વડાપ્રધાન મોદીએ તેમના સોશિયલ મીડિયા એક્સ એકાઉન્ટ પર દ્વારકા એક્સપ્રેસ વેની અમુક તસવીરો પોસ્ટ કરી હતી. આ પોસ્ટ સાથે તેમણે લખ્યું કે આજે સમગ્ર ભારતમાં કનેક્ટિવિટી માટે એક મહત્ત્વપૂર્ણ દિવસ છે. આજે બપોરે 12 વાગ્યે જુદા જુદા રાજ્યોમાં ફેલાયેલા 112 નેશનલ હાઈવે રાષ્ટ્રને સમર્પિત કરાશે કે પછી તેમની આધારશિલા મૂકાશે. દ્વારકા એક્સપ્રેસ વેના હરિયાણાના હિસ્સાનું ઉદઘાટન કરાશે. આ પ્રોજેક્ટ આર્થિકા વિકાસને પ્રોત્સાહન આપશે અને આગામી પેઢીના પાયાના માળખાના નિર્માણના આપણા પ્રયાસોને અનુરૂપ પણ છે.