સતત આવી રહેલા ભૂકંપના સમાચારો હવે સામાન્ય બની ગયા છે. હવે બાંગ્લાદેશ અને લદ્દાખમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ ભૂકંપની જાણકારી આપી છે. બાંગ્લાદેશમાં આજે સવારે 9 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપના આંચકા પશ્ચિમ બંગાળ સુધી અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.6 આંકવામાં આવી હતી.
An earthquake with a magnitude of 5.6 on the Richter Scale hit Bangladesh, India at around 9:05 am today: National Center for Seismology pic.twitter.com/m58dBBIsED
— ANI (@ANI) December 2, 2023
બીજી તરફ આજે સવારે 8:25 વાગ્યે લદ્દાખમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.4 આંકવામાં આવી હતી. રાહતની વાત એ છે કે આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિના નુકશાનની સૂચના નથી મળી.
An earthquake with a magnitude of 3.4 on the Richter Scale hit Ladakh at around 8:25 am today: National Center for Seismology pic.twitter.com/BsUVwkC5qG
— ANI (@ANI) December 2, 2023
બાંગ્લાદેશમાં આવેલા ભૂકંપના આંચકા પશ્ચિમ બંગાળના વિવિધ ભાગોમાં પણ અનુભવાયા હતા. પશ્ચિમ બંગાળના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે જણાવ્યું કે, હાલમાં રાજ્યમાં કોઈ નુકસાનના સમાચાર નથી.