લસણને એક સુપરફૂડની શ્રેણીમાં ઘણવામાં આવે છે. લસણને શેકીને ખાવાથી કેન્સરના કોષોને ફેલાતા અટકાવવામાં મદદ કરે છે. તેમજ સવારે ખાલી પેટે 2 લવિંગ સાથે શેકેલા લસણનું સેવન ફાયદાકારક છે.
તમારે શરીરમાં વારંવાર બલ્ડ પ્રેશર વધતુ ઘટતુ હોય તો સવારે ખાલી પેટે શેકેલા લસણનું સેવન લાભકારક સાબિત થાય છે.
જો તમને અવારનવાર થોડું કામ કર્યા પછી થાક લાગવતો હોય તો તમારે અવશ્ય લસણનું સેવન કરવુ જોઈએ. નિયમીત શેકેલા લસણનું સેવન કરવાથી શારીરિક થાક દૂર થાય છે.
લસણમાં હાજર એન્ટિબાયોટિક ગુણ તમારા ઘાને ઝડપથી રૂઝ લાવવામાં મદદ કરે છે.જો તમારા શરીરના કોઈ અંગને ઈજા થઈ હોય તો તમે શેકેલું લસણ પીસીને તેમાં મધ મિક્સ કરીને સેવન કરી શકો છો.
શરીરની નસોમાં બ્લોકેજ થવાથી હાર્ટ પ્રોબ્લેમ થવાની સંભાવના વધી જોય છે. પરંતુ જો તમે નિયમિતપણે શેકેલું લસણ અથવા તો લસણનું સેવન તમારી રક્તની ધમનીઓમાં બનેલા અવરોધને દૂર કરવામાં મદદ કરે છે. જેથી હાર્ટ એટેકનું જોખમ ઘટે છે