લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી (Election Commission) પંચે કડક કાર્યવાહી કરી 6 રાજ્યોના ગૃહ સચિવોને હટાવવાનો આદેશ કર્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. ચૂંટણી પંચે જે 6 રાજ્યોના સચિવને હટાવ્યા છે, તેમાં ગુજરાત, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ સામેલ છે. પંચે પશ્ચિમ બંગાળના ડીજીપીને પણ હટાવવાનો આદેશ આપ્યો છે. ચૂંટણી પંચે કહ્યું કે, નિષ્ફળ ચૂંટણી યોજવા તેમજ ચૂંટણીમાં સમાન તકોને ધ્યાને રાખી આ કાર્યવાહી કરવામાં આવી છે. ચૂંટણી પંચની કડક કાર્યવાહીથી સંદેશ મળી રહ્યો છે કે, લોકસભા ચૂંટણી 2024નું આયોજન સમાન સ્તરે કરવામાં આવશે.
આ રાજ્યોના ગૃહ સચિવોને હટાવવા આદેશ
ચૂંટણી પંચે જે છ રાજ્યોના સચિવને હટાવવાનો આદેશ આપ્યો છે, તેમાં ગુજરાતના ગૃહ સચિવ પંકજ જોશી, ઉત્તરાખંડના શૈલેશ બૌલી, ઉત્તર પ્રદેશના સંજય પ્રસાદ, બિહારના સેન્થિલ કુમાર, ઝારખંડના અવિનાશ કુમાર, હિમાચલ પ્રદેશના ડૉ.અભિષેક જૈન સામેલ છે. જ્યારે પશ્ચિમ બંગાળના ડીજીપી રાજીવ કુમારને પણ હટાવવા આદેશ અપાયો છે.
भारत निर्वाचन आयोग (ECI) ने 6 राज्यों गुजरात, उत्तर प्रदेश, बिहार, झारखंड, हिमाचल प्रदेश और उत्तराखंड में गृह सचिव को हटाने के आदेश जारी किए हैं। साथ ही मिजोरम और हिमाचल प्रदेश में सामान्य प्रशासनिक विभाग के सचिव को भी हटा दिया गया है। चुनाव आयोग ने पश्चिम बंगाल के पुलिस… pic.twitter.com/Bhd0KPWPsa
— ANI_HindiNews (@AHindinews) March 18, 2024
ચૂંટણી અધિકારીઓની બદલી થશે
આ ઉપરાંત ચૂંટણી પંચે તમામ રાજ્ય સરકારોને આદેશ આપ્યો છે કે, તેઓ ચૂંટણી સંબંધિત કામ સાથે જોડાયેલા એવા અધિકારીઓની બદલી કરવી જોઈએ જેમણે ત્રણ વર્ષ પૂરા કર્યા હોય અથવા તેમના ગૃહ જિલ્લામાં હોય.
પશ્ચિમ બંગાળના ડીજીપી સામે ત્રીજી વખત કાર્યવાહી
ઉલ્લેખનિય છે કે, ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના ડીજીપીને 2016માં રાજ્યની વિધાનસભા ચૂંટણી અને 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી ડ્યુટી પરથી હટાવી દીધા હતા. ત્યારે ચૂંટણી પંચે 2024ની ચૂંટણીને ધ્યાને રાખી ફરી બંગાળના ડીજીપીને હટાવવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલની સાથે એડિશનલ કમિશનર અને ડેપ્યુટી કમિશનરને પણ હટાવી દેવાયા છે. આ ઉપરાંત મિઝોરમ અને હિમાચલ પ્રદેશના GAD સેક્રેટરીને પણ હટાવી દેવામાં આવ્યા છે.
કોણ બનશે પશ્ચિમ બંગાળના નવા ડીજીપી?
પશ્ચિમ બંગાળ સરકારે નવા ડીજીપી માટે ત્રણ નામની ભલામણ કરી છે, જેમાં સંજય મુખરજી, રણવીર કુમાર અને ડૉ.રાજેશ કુમાર સામેલ છે. આ ત્રણેમાંથી કોઈ એક બંગાળના નવા ડીજીપી બની શકે છે.
ચૂંટણી પંચે શનિવારે ચૂંટણીની તારીખો જાહેર કરી હતી
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે શનિવારે 16 માર્ચે દેશમાં લોકસભાની ચૂંટણીઓની તારીખો જાહેર કરવા ઉપરાંત કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ અને પેટા-ચૂંટણીની પણ તારીખનો કાર્યક્રમ જાહેર કરી છે. દેશમાં લોકસભા ચૂંટણી માટે 19 એપ્રિલથી શરૂ થનાર મતદાન કુલ સાત તબક્કમાં યોજાશે, જ્યારે ચાર જૂને પરિણામ જાહેર કરાશે. આ ઉપરાંત ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ યોજાવાની છે, તેમાં આંધ્રપ્રદેશમાં 13 મે, સિક્કમ અને અરૂણાચલ પ્રદેશમાં 19 એપ્રિલે, જ્યારે ઓડિશામાં ચાર તબક્કામાં 13 મે, 20 મે, 25 મે અને પહેલી જૂને મતદાન યોજાશે. જ્યારે ગુજરાતમાં પાંચ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી (Gujarat By Election Date) પણ 7 મેના રોજ જ મતદાન થશે. આ વખતની ચૂંટણીમાં દેશમાં કુલ 96.88 કરોડ મતદારો રજિસ્ટર્ડ (Total Voters Registered) થયા છે. ચૂંટણી પંચે આ તમામ ચૂંટણીઓનું પરિણામ ચાર જૂને જાહેર કરવાનો નિર્ણય લીધો હતો, જેકે પંચે સિક્કમ અને અરૂણાચલ પ્રદેશની તારીખોમાં ફેરફાર કરી પરિણામ બીજી જૂનો જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.