આધાર અને મતદાર ID (EPIC) ને લિંક કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. દિલ્હીમાં મંગળવારે યોજાયેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં, દેશના ચૂંટણી પંચે બંનેને જોડવાની મંજૂરી આપી છે. આ સંદર્ભમાં એક નિવેદનમાં ચૂંટણી પંચે જણાવ્યું હતું કે EPIC ને બંધારણની કલમ 326 અને જનપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 23(4), 23(5) અને 23(6) અનુસાર આધાર સાથે લિંક કરવામાં આવશે. અગાઉ સરકારે પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાનો નિર્ણય લીધો હતો.
वोटर आईडी से लिंक होगा आधार कार्ड
चुनाव आयोग और गृह मंत्रालय की मीटिंग में फैसला
वोटर आईडी कार्ड को आधार कार्ड से जोड़ने का अभियान चलाया जाएगा #VoterID #VoterID #AadhaarCard pic.twitter.com/46G3f6agDg
— One India News (@oneindianewscom) March 18, 2025
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પંચ જનપ્રતિનિધિત્વ અધિનિયમ,1950 ની કલમ 326 અને સુપ્રીમ કોર્ટના સંબંધિત નિર્ણયો અનુસાર EPIC ને આધાર સાથે લિંક કરવા માટે પગલાં લેશે. આજે નિર્વાચન સદન ખાતે કેન્દ્રીય ગૃહ સચિવ-સચિવ, કાયદા વિભાગ, સચિવ, MeitY અને CEO UIDAI અને ECI ના ટેકનિકલ નિષ્ણાતો સાથે બેઠકનું નેતૃત્વ CEC જ્ઞાનેશ કુમારે કર્યું હતું.
ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સ્વચ્છ અને ભૂલમુક્ત બનાવવા માટે ઉઠાવવામાં આવેલું આ પગલું મહત્વપૂર્ણ છે. ડુપ્લિકેટ EPIC (Electors Photo Identity Card) નંબરવાળા કાર્ડને નવા નંબર આપવાના નિર્ણયથી મતદાર યાદીમાં વધુ સ્પષ્ટતા આવશે અને નકલી મતદારોને ઓળખવામાં સરળતા રહેશે.
આધાર-EPIC લિંક કરવાનું મુખ્ય હેતુ પણ મતદાન પ્રક્રિયામાં પારદર્શિતા લાવવું છે. આ પગલાંથી એક જ વ્યક્તિ દ્વારા જુદી જુદી જગ્યા પર મતદાન કરવાનું રોકી શકાશે, જે લોકશાહીના શુદ્ધિકરણ માટે એક મહત્વપૂર્ણ પગલું છે.