એલોન મસ્કે તેના માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરને લઈને એક મોટી જાહેરાત કરી છે. એલોન મસ્કએ કહ્યું છે કે, X/Twitter થોડા અઠવાડિયામાં ક્રિએટર્સ તેમના રિપ્લાયમાં બતાવવામાં આવતી જાહેરાતો માટે ચૂકવણી કરવાનું શરૂ કરશે. મસ્કે વધુમાં જણાવ્યું હતું કે સર્જકોને પ્રથમ બ્લોકમાં કુલ 5 મિલિયન ડોલર ચૂકવવામાં આવશે.
ટ્વિટરે થોડા અઠવાડિયા પહેલા સબસ્ક્રિપ્શન આધારિત વેરિફિકેશન રજૂ કર્યું હતું. જોકે કંપનીએ થોડા સમય પછી 10 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા એકાઉન્ટ્સ માટે ફ્રી બ્લુ ટિક પાછી લાવી હતી. હવે કંપની તેની સબ્સ્ક્રિપ્શન સેવાને વેરિફાઇડ કન્ટેન્ટ ક્રિએટર્સ દ્વારા પ્રમોટ કરવા માંગે છે. આનાથી કંપનીને એડવર્ટાઇઝર્સને પરત લાવવામાં મદદ મળશે.
In a few weeks, X/Twitter will start paying creators for ads served in their replies. First block payment totals $5M.
Note, the creator must be verified and only ads served to verified users count.
— Elon Musk (@elonmusk) June 9, 2023
કંપનીએ ટ્વિટર બ્લુ યુઝર્સ માટે એક નવું ફીચર રોલઆઉટ કર્યું છે. આ ફીચર દ્વારા ટ્વિટર બ્લુના સબ્સ્ક્રાઇબર્સ તેમની ટ્વિટ પોસ્ટ કર્યાના એક કલાક સુધી એડિટ કરી શકશે. કંપનીએ સૌથી પહેલા ઓક્ટોબર 2022માં ટ્વિટ એડિટિંગ ફીચર લોન્ચ કર્યું હતું. તે સમયે યુઝર્સને ટ્વિટ એડિટ કરવા માટે 30 મિનિટનો સમય મળતો હતો. જણાવી દઈએ કે ભારતીય યુઝર્સને ટ્વિટર બ્લુ માટે દર મહિને 900 રૂપિયા ચૂકવવા પડશે. તેમજ જો તમે તેનો વેબ પર ઉપયોગ કરો છો, તો તમારે દર મહિને 650 રૂપિયા ખર્ચવા પડશે.