સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X)ના માલિક ઈલોન મસ્કની બ્રેઈન ચિપ કંપની ન્યુરાલિંક માનવ મસ્તિષ્કમાં ચિપ લગાવવામાં સફળ થઇ છે. ઈલોન મસ્કે પોતે આ હ્યુમન ટ્રાયલ સફળ થવાની જાહેરાત કરી હતી. મસ્કે કહ્યું, “ઇમ્પ્લાન્ટેશન સફળ રહ્યું છે અને જેમના મસ્તિષ્કમાં ચિપ લગાવવામાં આવી હતી તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે. હવે કંપની પરિણામની રાહ જોઈ રહી છે.”
Elon Musk announces Neuralink's successful brain implant procedure in first human recipient
Read @ANI Story | https://t.co/c9FdVCaBnh#ElonMusk #Neuralink pic.twitter.com/e5YyWYzDdV
— ANI Digital (@ani_digital) January 29, 2024
સિક્કાના કદ જેટલું છે ઉપકરણ
ઈલોન મસ્કે વધુમાં જણાવ્યું કે, “ન્યુરાલિંકે સિક્કાના કદ જેટલું ઉપકરણ બનાવ્યું છે, જે કોમ્પ્યુટર, મોબાઈલ અથવા મસ્તિષ્કની ગતિવિધિઓને નિયંત્રિત કરી શકે છે. માનવ મસ્તિષ્કમાં ઇમ્પ્લાન્ટ કરાયેલા આ ઉપકરણથી, લકવાગ્રસ્ત વ્યક્તિ પણ કોમ્પ્યુટર અને ફોનનો ઉપયોગ કરી શકશે. આ ઉપકરણ એક પ્રકારનો થ્રેડ છે, જે એટલો ઝીણો છે કે તેને હાથથી પકડી શકાતો નથી, તેથી તેને માનવ મસ્તિષ્કમાં ઇમ્પ્લાન્ટ કરવા માટે, રોબોટની મદદ લેવામાં આવી હતી.”