લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં મોરારિબાપુએ ક્ષેમકુશળ મુલાકાત લઈ પૂછ્યું કે, લોકભારતીમાં બધું બરાબર છે ને? અહિયાં સંસ્થા પરિવાર સાથે મૌન સંવાદ કર્યો.
ગોહિલવાડની સુપ્રસિદ્ધ કેળવણી સંસ્થા લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં ગયા વર્ષે યોજાયેલ રામકથા અગાઉ જાહેર કરેલ તે જ હિંચકા પર બેસી મોરારિબાપુએ પૂછ્યું કે, લોકભારતીમાં બધું બરાબર છે ને.? અહીંયા મોરારિબાપુએ સંસ્થા કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ સાથે બેસીને મૌનસંવાદ કર્યો હતો.
મોરારિબાપુ ઓચિંતા જ તેમનાં અન્ય મુલાકાત યાત્રા દરમિયાન ક્ષેમકુશળ મુલાકાત માટે લોકભારતી પહોંચ્યાં હતાં, જ્યાં નિયામક હસમુખભાઈ દેવમૂરારી, રામચંદ્રભાઈ પંચોળી, રાજેન્દ્રભાઈ ખિમાણી, ગીરીશભાઈ ગોધાણી સાથે કાંતિભાઈ ગોઠી, વિશાલભાઈ ભાદાણી, દિનુભાઈ ચુડાસમા સહિત કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા આવકાર ભાવ વ્યક્ત કરાયો હતો.
રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)