સમાન નાગરિક સંહિતા (યૂસીસી)નો ડ્રફ્ટની રૂપરેખા તૈયાર થઇ ગઇ છે. યુસીસી પર લાંબી ચર્ચાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ રૂપરેખા તૈયાર કરી લેવામાં આવી છે, સમગ્ર ચર્ચાને જાહેર ચર્ચા માટે 14મી જુલાઇની તારીખ રાખવામાં આવી છે. કોઇ પણ પર્મનાં લગ્નની નોંધણી ફરજિયાત કરાશે. કોઇ પણ ધર્મની લગ્નની રીત સાથે કોઇ ચેડા કરવામાં આવશે નહી. હાલમાં તમામ ધર્મમાં ચાલી રહેલી પરંપરામાં કોઇ ફેરફાર કરાશે નહીં.
લગ્ન:વર્તમાન રીતિ રિવાજમાં કોઇ ફેરફાર કરાશે
હિન્દુ લગ્ન: હાલમાં શું ! હાલમાં કેટલાક લગ્નની નોંધણી થતી નથી. લોકોને લાગે છે કે તેની નોંધણી જરૂરી નથી. યુસીસીથી લગ્નની પરંપરામાં કોઇફેરફાર થશે નહીં, આગળ શું? યુસીસી લાગુ થયા બાદ પણ હાલમાં અમલી રીતિઓમાં લગ્ન થતા રહેશે. જોકે લગ્નની નોંધણી ફરજિયાત કરાશે.
મુસ્લિમ લગ્ન: હાલમાં શું ! મુસ્લિમ સમુદાયના નિકાહનામેની વર્તમાન વ્યવસ્થામાં કાઝીની સામે થયેલા કબૂલનામાની પ્રક્રિયા હોય છે. આગળ શું? વર્તમાન વ્યવસ્થા જારી રહેશે. તેમાં અમાન્ય લગ્ન જેવા કરારનાં લગ્ન, હલાલા અથવા તો મુત્તા જેવા નિકાહને માન્યતા રહેશે નહીં.
તમામ ધર્મ માટે લગ્નની નોંધણીની સમાન શરતો
ફરજિયાત લગ્નની નોંધણીનાં સમય આ પુરાવા જરૂરી રહેશે. પરિણિત દંપત્તીની નોંધણી એકમની સામે ભૌતિ હાજરી જરૂરી રહેશે. લગ્ન, નિકાહ અથવા તો મેરિઝનાં પ્રમાણ તરીકે ફોટોગ્રાફ બ્રાહ્મણ. કાઝી, ગ્રંથો અથવા તો પાદરી તરફથી જારી થતા પ્રમાણપત્ર રજૂ કરવા પડશે.
તલાકની પહેલ મહિલા-પુરૂષ બંનેને સમાન અધિકાર
તમામ ધર્મની મહિલાઓને લગ્ન સંબંધ તોડવા માટે સમાન અધિકાર આપવામાં આવી રહ્યા છે. હાલમાં કેટલાક ધર્મમાં આ અધિકાર માત્ર પુરૂષોને જ છે.
હિન્દુ દંપત્તી: હાલ હિન્દુ લગ્ન અધિનિયમમાં પુરૂષ અને મહિલા બંનેને વિચ્છેદની પહેલ કરવાનો અધિકાર છે.હિન્દુ લગ્નઅધિનિયમમાં મહિલા અને પુરુષ બંનેને સંબંધ તોડવાની પહેલ કરવાનો અધિકાર યથાવત રહેશે.
અન્ય ધર્મ : સિખ,પારસી અને યહુદી ખ્રિસ્તીઓમાં પણ પુરૂષો અને મહિલાઓને લગ્ન તોડવા માટે સમાન અધિકાર રહેશે.
મુસ્લિમ દંપત્તી: હાલ મુસ્લિમ પર્સનલ લોમાં માત્ર પતિ જ તલાક માટે વિચ્છેદની પહેલ કરવાનો પહેલ કરી શકે છે. તે ત્રણ મહિનાની અવિધમાં મૌખિક અથવા લેખિત તલાક માંગી શકે છે. મહિલાઓને છુટકારો મેળવવાની પહેલ કરવાનો અધિકાર છે.આગળ શું? નવી વ્યવસ્થામાં પણ મહિલાઓને પણ તલાકની પહેલ કરવાનો પૂરૂષોની સમાન અધિકાર રહેશે.
આદિવાસી : ટ્રાઇબલ્સનાં કોઇ પણ અધિકાર સાથે ચેડા કરાયા નથી: સૂત્રોએ કહ્યું છે કે, કાયદા પંચે દેશનાં જુદા જુદા વિસ્તારોમાં રહેનાર ટ્રાઇબસનાં કોઇ પણ બંધારણી વિશેષાધિકાર સાથે છેડા કરવામાં આવશે નહીં, સ્વાભાવિક છે કે તેમની દસકા જુની માન્યતા અકબંધ રહેશે. એવીસ્થિતિમાં આ ચર્ચા બિનજરૂરી છે કે, આદિવાસી સમુદાયનાં અધિકારોનું શું થશે.