નવસારીના વાંસી બોરસી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી કાર્યક્રમની તમામ તૈયારીઓ પૂર્ણતાના આરે છે. 8 તારીખે યોજાનાર આ કાર્યક્રમ માટે વહીવટી તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે.
ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કાર્યક્રમનું વિસ્તૃત રિહર્સલ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન વડાપ્રધાનના હેલિકોપ્ટર લેન્ડિંગથી માંડીને તેમના કાફલાની આવનજાવન સુધીની તમામ બાબતોનું બારીકાઈથી રિહર્સલ કરવામાં આવ્યું હતું. સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમની સમીક્ષા કરવામાં આવી હતી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. કાર્યક્રમ સ્થળે તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.