રાજસ્થાનના દૌસા જિલ્લામાં બાપી નજીક મંગળવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં ખાટુશ્યામ મંદિરના દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને લઈ જતી પિકઅપ વાનની એક ટ્રેલર ટ્રક સાથે જોરદાર ટક્કર થતા 10 લોકોના મોત થયા છે, જેમાં 7 બાળકો અને 3 મહિલાઓનો સમાવેશ થાય છે. પોલીસે આપેલી પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માત એટલો ગંભીર હતો કે વાહનનું આગળનું ભાગ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયું અને મુસાફરોને બહાર કાઢવા માટે ભારે મહેનત કરવી પડી.
ઘટનામાં આશરે 10 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમાંથી 7-8 લોકોને તાત્કાલિક જયપુરની એસએમએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે 3 દર્દીઓનું સારવાર દૌસા જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહ્યું છે. હાલ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી અને તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે, સાથે તેમની ઓળખ કરી પરિવારજનોને જાણ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પોલીસે ઘટનાસ્થળે સ્થાનિક લોકો પાસેથી પૂછપરછ કરી છે અને અકસ્માત અંગે ગુનો દાખલ કર્યો છે.
#WATCH | Rajasthan | SP Sagar Rana says, "An information was received about devotees coming from Khatu Shyam temple who met with an accident and till now, 10 casualties have occurred. Nearly 7-8 people have been referred to SMS Hospital in Jaipur…" pic.twitter.com/v747iulPjK
— ANI (@ANI) August 13, 2025
દૌસાના જિલ્લા કલેક્ટર દેવેન્દ્ર કુમારે કહ્યું કે, ‘પ્રાથમિક માહિતી મુજબ, બાપી પાસે એક અકસ્માતમાં 10 લોકોના મોત નિપજ્યા છે. 9 જેટલા લોકોને સારવાર માટે રાજસ્થાન ખસેડવામાં આવ્યા છે અને 3 દર્દી જિલ્લાની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ અકસ્માત એક કાર અને એક ટ્રેલર ટ્રક વચ્ચે થયો હતો.’
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel