વિધર્મી દ્વારા ખંડિત શિવલિંગ એક થયાનું ઐતિહાસિક સ્થાન એટલે ગોહિલવાડના પીપરડી ગામમાં પ્રાકૃતિક વાતાવરણમાં દર્શનીય બેલનાથ મહાદેવ સ્થાન છે.
ગોહિલવાડમાં અંદરનાં ગામોમાં સીમાડામાં નાના મોટા ઘણાં ઐતિહાસિક ઘટનાઓ સાથેનાં આસ્થા સ્થાનો રહેલાં છે. પીપરડી ગામનાં સીમાડામાં પણ બેલનાથ મહાદેવ શિવલિંગ વિધર્મી હુમલાનો ભોગ બનેલ ખંડિત થયાની અને એક થયાની કથા ધરાવે છે.
વિધર્મી શાસક બેલનાથ શિવલિંગ ખંડિત કરી આગળ ભૂતિયા ગામ સુધી લઈ ગયેલ, જ્યાંથી આ ગ્રામજનો વાજતે ગાજતે આ લિંગનો ભાગ પરત લાવી મૂળ સ્થાને જોડી સ્થાપક કરેલ અને આ લિંગ એક થયેલ. આ જોડાયેલ લિંગ પર કાપાનું નિશાન આજે પણ દશ્યમાન છે.
તાજેતરમાં દાતા દ્વારા બાજુમાં જ એક શિવલિંગ પર સુંદર મંદિર નિર્માણ કરાયેલ છે. પ્રવેશ દ્વાર પણ બનાવવામાં આવેલ છે.
પીપરડીનાં નદી વન સાથેનાં પ્રાકૃતિક વાતાવરણમાં બેલનાથ મહાદેવ દર્શનીય સ્થાન છે. અહીંયા ભાવિક ગ્રામજનો દર્શન પૂજા માટે આસ્થાભેર આવતાં રહે છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel