Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

નડિયાદના ડભાણમાં ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં મધરાતે આગ લાગી : ફાયર વિભાગે કાબુ મેળવ્યો

નડિયાદના ડભાણમાં ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં મધરાતે આગ લાગી : ફાયર વિભાગે કાબુ મેળવ્યો

ખેડા જિલ્લામાં નડિયાદ નજીક ડભાણ ગામે આવેલ એક ફુડ ઈન્ડસ્ટ્રીઝમાં મધરાતે આગ લાગવાની ઘટના બની છે. આ આગની દૂર્ઘટનાનો કોલ નડિયાદ ફાયર સ્ટેશનને મળતા બે વોટર બ્રાઉઝર સાથે દોડી આવી આગને કાબુમાં લીધી હતી. આ બનાવમાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી, પરંતુ ફાયરબ્રિગેડની સમયસૂચકતાને લીધે મોટુ નુકસાન થયેલ નહીં.

આ ઘટનાને પગલે નડિયાદ ફાયર વિભાગને થતાં ફાયર વિભાગના કર્મચારીઓ ૨ વોટર બ્રાઉઝર સાથે બનાવ સ્થળે દોડી આવ્યા હતા અને બહારની બાજુએ લાગેલ આગ પર પાણીનો છંટકાવ કરી આગને ગણતરીની મિનિટોમાં ઓલવી દીધી હતી. આ આગ લાગતા અહીંયા ભારે અફડાતફડી મચી જવા પામી હતી, જોકે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.