મુસાફરી માટે યાત્રાળુ મોટા ભાગે રેલવે વધારે પસંદ કરતા હોય છે. ભારતીય રેલવે દ્વારા પ્રવાસીઓને યોગ્ય સુવિધા મળી રહે તે માટે સમયાંતરે વિવિધ નવી -નવી ટ્રેનો ઉતારવામાં આવે છે. જેમાં વંદે ભારત એક્સપ્રેસ મુસાફરોને ખૂબ જ પસંદ આવી રહી છે. જેના કારણે રેલવે દ્વારા અત્યાર સુધી 35 વંદે ભારત એક્સેપ્રેસ ટ્રેક પર ઉતારવામાં આવી છે. તે ઉપરાંત હજુ વંદે ભારત ટ્રેનનું નિર્માણ ચાલી રહ્યું છે. જેથી કરીને મુસાફરો વધુમાં વધુ આરામદાયક ટ્રેનની મુસાફરીનો આનંદ લઈ શકે. અત્યાર સુધી જે વંદે ભારત એક્સપ્રેસ દોડી રહી છે તે બેસવાવાળી ટ્રેન હતી, પરંતુ હવે ખુબ જ જલ્દી લોકો સ્લીપર વંદેભારતનો આનંદ લઈ શકશે.
🚨 First Look of Vande Bharat Trains Sleeper Version. pic.twitter.com/LP19U2eAU0
— Indian Tech & Infra (@IndianTechGuide) October 1, 2023
એક સ્લીપર વંદેભારત ટ્રેનમાં કુલ 823 બર્થ હશે
રેલવે મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આવતા વર્ષે માર્ચ 2024 સુધી આ ટ્રેન ટ્રેક પર આવી જશે, પહેલી સ્લીપર વંદેભારત આઈસીએફ ચેન્નઈ જ બનાવશે. રાજધાની તેમજ અન્ય પ્રીમિયમ ટ્રેનોથી આ ટ્રેન થોડી અલગ હશે. દરેક કોચમાં ચારની જગ્યાએ ત્રણ ટોઈલેટ હશે, આ સાથે એક મિની પેંન્ટ્રી પણ બનાવેલ હશે. એક સ્લીપર વંદેભારત ટ્રેનમાં કુલ 823 બર્થ હશે. જેમા મુસાફરો માટે 823 બર્થ અને સ્ટાફ માટે 34 બર્થ હશે. સ્લીપર વંદેભારતના પ્રોટો ટાઈપ ડિસેમ્બર 2023 સુધી તૈયાર થઈ જશે.
હાલમાં ચાલતી વંદે ભારત એક્સપ્રેસની ખાસિયત
નવી વંદે ભારત એક્સપ્રેસ હલકી છે અને માત્ર 52 સેકન્ડમાં 100 કિલોમીટરની સ્પીડ પકડી લે છે. જો કે દરેક વંદે ભારત ટ્રેન સંપુર્ણ રીતે એસીવાળી છે અને તેમા ઓટોમેટિક દરવાજા છે, વંદે ભારત ટ્રેનના ચેયર કારને 180 ડિગ્રી સુધી રોટેટ કરી શકાય છે. ટ્રેનમાં જીપીએસ સિસ્ટમ, સીસીટીવી કેમેરા, વેક્યુમ ટોઈલેટ આપવામાં આવ્યા છે. આ સાથે પાવર બ્રેકની વ્યવસ્થા પણ છે. આ ટ્રેન સલામતીની દ્રષ્ટિએ પરફેક્ટ છે. મુસાફરી દરમ્યાન યાત્રી પોતાની જાતને સંપુર્ણ રીતે સુરક્ષિત મહેસુસ કરે તેનું પુરુ ધ્યાન આપવામાં આવે છે. તેમા પુશ બટન સ્ટોપની સુવિધા પણ આપવામાં આવી છે. કોઈ પણ ઈમરજન્સીમાં ટ્રેનનું એક બટન દબાવી રોકી શકાય છે.