પોરબંદર મહાનગરપાલિકાની ફૂડ સેફટી ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં બેકરી પ્રોડક્ટ્સનું ઉત્પાદન, ફ્રેન્ચાઇઝી મારફતે વેચાણ તેમજ છૂટક વેચાણ કરતા ધંધાર્થીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ધંધાર્થીઓને ફૂડ સેફટી સંબંધિત નિયમોનું ચુસ્તપણે પાલન કરવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
વાસી અને એક્સપાયરી ડેટવાળા ખાદ્ય પદાર્થોનું વેચાણ ન કરવા સૂચના
ફૂડ સેફટી ટીમે તપાસ દરમિયાન બેકરી સંચાલકોને વાસી ખાદ્ય પદાર્થોનું વેચાણ ન કરવા, ખાદ્ય પદાર્થોના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ દરમિયાન પૂરતી સ્વચ્છતા જાળવવા તેમજ એક્સપાયરી ડેટ પૂર્ણ થઈ ગયેલા ખાદ્ય પદાર્થોનું વેચાણ ન કરવા સૂચના આપી હતી.
આ ઉપરાંત ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જળવાઈ રહે અને ગ્રાહકોને સલામત ખોરાક મળી રહે તે માટે ફૂડ સેફટી સંબંધિત તમામ નિયમોનું પાલન કરવા ધંધાર્થીઓને સમજ આપવામાં આવી હતી.
ઠક્કર પ્લોટ વિસ્તારમાં બેકરીઓની તપાસ
પોરબંદર મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમે ઠક્કર પ્લોટ વિસ્તારમાં બેકરી પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી વિવિધ પેઢીઓમાં પણ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કેટલીક પેઢીઓમાં ફૂડ સેફટી સંબંધિત નિયમોનું પાલન ન થતું હોવાનું જણાયું હતું.
મહાનગરપાલિકાની માહિતી મુજબ નૂરી બેકરી, નેશનલ બેકરી, ઈગલ બેકરી, અનમોલ બેકરી અને ઈટાલિયન બેકરી પાસેથી નિયમોનું પાલન ન કરવા બદલ વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. પાંચેય ધંધાર્થીઓ પાસેથી કુલ રૂ. 2,500નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે.
ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા મહાનગરપાલિકાની અપીલ
પોરબંદર મહાનગરપાલિકાએ શહેરમાં ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ કરતા તમામ ધંધાર્થીઓને ફૂડ સેફટીના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે.
નાગરિકોને સ્વચ્છ, ગુણવત્તાયુક્ત અને સલામત ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે ઉત્પાદનથી લઈને વેચાણ સુધીના દરેક તબક્કે સ્વચ્છતા જાળવવા તેમજ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે જરૂરી તકેદારી રાખવા જણાવવામાં આવ્યું છે.
નિપુલ પોપટ (પોરબંદર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel












