મહાકુંભના સંદર્ભમાં “કુંભ સહાયક ચેટબોટ” ટેક્નોલોજીની મદદથી યાત્રાળુઓ માટે એક મહત્વપૂર્ણ સાધન બનશે. આ ચેટબોટ હવે ગૂગલ નેવિગેશન સાથે સંકલિત થાય છે, જે યાત્રાળુઓને મહાકુંભ વિસ્તારમાં વિવિધ સ્થળો સુધી પહોંચવામાં સહાય કરશે.
આ સુવિધા દ્વારા યાત્રાળુઓ નીચે મુજબની માહિતી સરળતાથી મેળવી શકશે:
- સેક્ટરોની માહિતી: મહાકુંભમાં અલગ-અલગ સેક્ટરોના સ્થળ અને રસ્તાઓ.
- અખાડા સ્થાન: વિવિધ અખાડાઓના સ્થાન અને ત્યાં પહોંચવાના માર્ગો.
- કલ્પવાસના ટેન્ટ: કલ્પવાસ માટે વિશિષ્ટ સ્થાનોની માહિતી.
- સ્નાનઘાટના રસ્તાઓ: પવિત્ર સ્નાન માટેના વિવિધ ઘાટો અને ત્યાં પહોંચવા માટેનું નેવિગેશન.
આ સુવિધાઓ યાત્રાળુઓને કઈ રીતે મદદ કરશે?
- વાસ્તવિક સમયનું માર્ગદર્શન: યાત્રાળુઓ બિનજરૂરી પડકારો વગર સ્થળ શોધી શકશે.
- સમય બચત: ગૂંચવણમાંથી બચવા માટે ચોક્કસ અને ઝડપી માર્ગદર્શન.
- ડિજિટલ કનેક્ટિવિટી: યાત્રાળુઓ સાવધાનીપૂર્વક પોતાનો માર્ગ યોજી શકશે.
વર્ષ 2025 માં યોજાનારો મહાકુંભ, જે AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) અને ચેટબોટ જેવી અત્યાધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી શ્રદ્ધાળુઓને વિશ્વસ્તરીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે. મહાકુંભ 2025માં પહેલી વખત AI જનરેટિવ ચેટબોટ ‘Kumbh Sah’AI’yak’ (કુંભ સહાયક) વિકસિત કરવામાં આવી રહ્યું છે, જે ભાષિણી એપની મદદથી ગુજરાતી સહિત દસથી વધુ ભાષાઓમાં શ્રદ્ધાળુઓને મહાકુંભ સાથે સંકળાયેલી તમામ માહિતી ઉપલબ્ધ કરાવશે. આ ચેટબોટ ગૂગલ નેવિગેશન, ઇન્ટરેક્ટિવ કન્વર્ઝેશન તેમજ વ્યક્તિગત GIFની સુવિધાઓથી સજ્જ હશે.
એડિશનલ ફેર ઓફિસર વિવેક ચતુર્વેદીએ જણાવ્યું કે મહાકુંભમાં પહેલીવાર ‘કુંભ સહાયક’ નામક ચેટબોટ વિકસિત કરવામાં આવી રહ્યું છે, જે વિશ્વની અત્યાધુનિક ટેક્નોલોજી જનરેટિવ AI આધારિત છે. આ ચેટબોટ મહાકુંભ 2025 એપ અથવા વ્હોટ્સએપ દ્વારા સંચાલિકત થશે. મહાકુંભ દરમિયાન આ ચેટબોટ તમારા વ્યક્તિગત માર્ગદર્શક તરીકે કાર્ય કરશે.
ચેટબોટ ભાષિણી એપના માધ્યમથી ગુજરાતી, હિંદી, અંગ્રેજી સહિત 10થી વધુ ભાષાઓમાં મહાકુંભ સાથે સંકળાયેલી તમામ જરૂરી માહિતીઓ પ્રદાન કરશે. આ ચેટબોટ શ્રદ્ધાળુઓને લખીને અથવા બોલીને, બંને રીતે ઇન્ટરેક્ટિવ કન્વર્ઝેશન એટલે કે અરસપરસ વાતચીતના માધ્યમથી મહાકુંભનો ઇતિહાસ, પરંપરા સહિત સાધુ, સંન્યાસી, અખાડા, સ્નાન માટેના ઘાટ, તિથિઓ, રસ્તાઓ, પાર્કિંગ સ્થળો, રાતવાસો કરવા માટેના સ્થળો વગેરે જેવી તમામ માહિતીઓ પ્રદાન કરશે.
વ્યક્તિગત માર્ગદર્શક બનશે કુંભ સહાયક
કુંભ સહાયક ચેટબોટ ગૂગલ નેવિગેશનની સુવિધા પણ પ્રદાન કરશે, જેના માધ્યમથી મહાકુંભ વિસ્તારમાં સેક્ટર, અખાડા, કલ્પવાસના ટેન્ટ, સ્નાનઘાટના રસ્તાઓનું નેવિગેશન પણ મળી શકશે. આ ચેટબોટ મહાકુંભ વિસ્તાર ઉપરાંત પ્રયાગરાજ શહેરના મુખ્ય દાર્શનિક સ્થળો, મંદિરો, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડના રસ્તાઓ પણ બતાવશે. ઉપરાંત, તે મહાકુંભમાં થનારા વિવિધ આયોજનોની જાણકારી પણ સમય-સમય પર આપતું રહેશે.
ચેટબોટ સરકાર દ્વારા માન્યતાપ્રાપ્ત ટુર-ટ્રાવેલ યાત્રા પેકેજ અને હોટલો તેમજ હોમસ્ટેના નામ અને સરનામાની પણ જાણકારી આપશે. આમ, કુંભ સહાયક ચેટબોટ મહાકુંભ દરમિયાન તમારા વ્યક્તિગત માર્ગદર્શક તરીકે કાર્ય કરશે. વ્યક્તિગત GIF દ્વારા તે તમારી સાથે વાતચીત પણ કરશે. આ ચેટબોટ દેશના વિવિધ ખૂણેથી આવતા અને વિવિધ ભાષાઓ બોલતા નાગરિકો તેમજ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને પણ વિશેષ સુવિધા પૂરી પાડશે. આમ, આ ચેટબોટ સીએમ યોગીના સરળ અને સુરક્ષિત મહાકુંભના લક્ષ્યને સાકાર કરવામાં સહાય સાબિત થશે.