Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 32°C

દેશમાં પ્રથમ વાર જાપાનની જે-સ્લેબ ટેક્નોલોજીથી બુલેટ ટ્રેનના ટ્રેક પથરાશે, 320 કિમી ઝડપ માટે મજબૂત પાયો તૈયાર

દેશમાં પ્રથમ વાર જાપાનની જે-સ્લેબ ટેક્નોલોજીથી બુલેટ ટ્રેનના ટ્રેક પથરાશે, 320 કિમી ઝડપ માટે મજબૂત પાયો તૈયાર

ભારતમાં હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટને નવી દિશા આપતા National High Speed Rail Corporation Limited (NHSRCL) દ્વારા ગુજરાતમાં બુલેટ ટ્રેન માટે અદ્યતન ટ્રેક ટેકનોલોજી પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. મહત્તમ 320 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડનારી ટ્રેન માટે સામાન્ય રેલવે ટ્રેક પૂરતા નથી, જેના કારણે જાપાનની શિંકાનસેન ટેકનોલોજી આધારિત ‘J-Slab Ballastless Track System’ અપનાવવામાં આવી છે.

185 કિમી રૂટ પર RC ટ્રેક બેડ તૈયાર

ગુજરાતમાં અત્યાર સુધીમાં લગભગ 185 કિમી લાંબા રૂટ પર આર.સી. (Reinforced Concrete) ટ્રેક બેડ તૈયાર કરવામાં આવ્યો છે. આ માત્ર કોંક્રિટ પાથરવાનો પ્રોજેક્ટ નથી, પરંતુ લાંબા સમય સુધી મજબૂત રહે તેવી હાઈ-પ્રિસિઝન સપાટી બનાવવાનું મહત્વપૂર્ણ કાર્ય છે.

સ્થાનિક સ્તરે ટ્રેક સ્લેબ ઉત્પાદન

ટ્રેક માટે જરૂરી લાખો સ્લેબ બહારથી લાવવા શક્ય ન હોવાથી, સુરત નજીકના કીમ અને આણંદમાં આધુનિક Track Slab Manufacturing Facilities (TSMF) શરૂ કરવામાં આવી છે.

અત્યાર સુધીમાં 188 કિમી રૂટ માટે પૂરતા સ્લેબનું ઉત્પાદન થઈ ચૂક્યું છે, જેને ખાસ ટ્રેલરો દ્વારા વાયાડક્ટ પર પહોંચાડવામાં આવે છે.

સંપૂર્ણ ઓટોમેટેડ અને હાઈ-પ્રિસિઝન ટ્રેક સિસ્ટમ

અમદાવાદ અને સુરત વચ્ચે 10 ટ્રેક કન્સ્ટ્રક્શન બેઝ પરથી પાટા બિછાવવાની કામગીરી ચાલી રહી છે.

આ સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે ઓટોમેટેડ છે અને મિલિમીટર લેવલની ચોકસાઈથી કરવામાં આવે છે:

  • 25 મીટરના પાટાને જોડીને 200 મીટરની લાંબી પેનલ તૈયાર થાય છે
  • જાપાનીઝ નિષ્ણાતો દ્વારા એન્જિનિયરોને ખાસ તાલીમ આપવામાં આવી છે
  • સ્લેબ લેયિંગ કાર એકસાથે 5 સ્લેબ મૂકી શકે છે
  • રેલ ફીડર કાર લાંબા પાટાને RC બેડ પર પાથરે છે

સિમેન્ટ એસ્ફાલ્ટ મોર્ટાર ટેકનોલોજી

સ્લેબ ગોઠવ્યા બાદ ખાસ સિમેન્ટ એસ્ફાલ્ટ મોર્ટાર ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રક્રિયા ટ્રેકને સ્થિર રાખે છે અને લાંબા ગાળે લેવલ જાળવી રાખવામાં મદદ કરે છે, જે હાઈસ્પીડ ટ્રેન માટે અત્યંત જરૂરી છે.

 

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.