Skip to content
બુધવાર, ઓક્ટોબર 21, 2026 Ahmedabad 27°C

માળીયા મિયાણા નગરપાલિકા ચૂંટણી : 20 વર્ષના કોંગ્રેસ શાસન બાદ પ્રથમ વખત ત્રિપાંખીયો જંગ

માળીયા મિયાણા નગરપાલિકા ચૂંટણી : 20 વર્ષના કોંગ્રેસ શાસન બાદ પ્રથમ વખત ત્રિપાંખીયો જંગ

મોરબી જિલ્લાના માળીયા મિયાણા નગરપાલિકા ચૂંટણીમાં આ વખતે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. છેલ્લા 20 વર્ષથી કોંગ્રેસનું એકહથ્થું શાસન રહેલું આ શહેર હવે પ્રથમ વખત ત્રિપાંખીયા જંગનું સાક્ષી બનશે.

નગરપાલિકાની કુલ 24 બેઠકો માટે હાલમાં 75 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં મુખ્ય ટક્કર કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી (BJP) અને અન્ય પક્ષો વચ્ચે જોવા મળશે.

ભાજપનો અનોખો વ્યૂહ : સેન્સ વિના ઉમેદવારો મેદાનમાં

સામાન્ય રીતે ભાજપમાં ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા યોજવામાં આવે છે, પરંતુ માળીયા મિયાણા નગરપાલિકા માટે આ વખતે એક પણ દાવેદાર સામે ન આવ્યો.

આ કારણે ભાજપે કોઈ સત્તાવાર જાહેરાત કર્યા વિના જ ગુપચુપ રીતે પોતાના ઉમેદવારોને તમામ બેઠકો પર ઉતાર્યા છે, જે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

90% મુસ્લિમ મતદારો ધરાવતું વિસ્તાર

માળીયા મિયાણા નગરપાલિકા વિસ્તાર લગભગ 7 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે અને અહીં લગભગ 90 ટકા મતદારો મુસ્લિમ સમાજના છે.

આ સામાજિક સમીકરણને ધ્યાનમાં રાખીને ચૂંટણીનું ગણિત ખાસ મહત્વનું બની ગયું છે.

SIR બાદ 1200 મતદારો કપાયા

તાજેતરમાં થયેલી SIR (સંક્ષિપ્ત પુનરીક્ષણ) પ્રક્રિયા બાદ અહીં આશરે 1200 જેટલા મતદારોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે.

આ નિર્ણયથી ચૂંટણીના સમીકરણમાં મોટો ફેરફાર આવવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.

રાજ્યમાં એકમાત્ર નગરપાલિકા જ્યાં ઉમેદવાર યાદી જાહેર નહીં

આખા ગુજરાતમાં માળીયા મિયાણા એકમાત્ર એવી નગરપાલિકા છે જ્યાં હજુ સુધી સત્તાવાર ઉમેદવાર યાદી જાહેર કરવામાં આવી નથી.

આથી ચૂંટણી પહેલા જ રાજકીય રહસ્ય અને ઉત્સુકતા વધી ગઈ છે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Morbi Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.