છોટાઉદેપુર પોલીસ જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝભાઈ શેખ દ્વારા થાણા અમલદારોને સૂચના આપવામાં આવી હોય કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય જે મુજબ કાર્યવાહી કરવામાં આવે અને કડક પગલાં ભરવામાં આવે જે અનુસંધાને એલસીબીપી આઈ એમએફ ડામોર દ્વારા એલસીબી સ્ટાફના માણસોને સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું જે અનુસંધાને સ્ટાફના કર્મચારીઓ કવાટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન પીઆઇ દ્વારા મળેલી બાતમીના આધારે કવાંટ તાલુકાના તુરખેડા ગામે નદી કિનારે વાવણાભાઈ મૂળજીભાઈ ભીલ રહેવાસી ખડલા નિશાળ ફળિયા તાલુકો કવાટ જીલ્લો છોટાઉદેપુર તથા સુખરામભાઈ મલસીંગભાઇ ભીલ રહેવાસી મોગરા વાઘબારી ફળિયા તાલુકો કવાટ જીલ્લો છોટા ઉદયપુર પોતાના કબજા ભોગવવાની નાવડીમાં ભારતીય બનાવટનો વગર પરમિટે વિદેશી દારૂ ભરી તુરખેડા ગામે નદી કિનારે આવે છે જે બાબતે બાતમીના આધારે તુંરખેડા ગામે નર્મદા નદી કિનારે બાદની હકીકતના જણાવ્યા મુજબ વર્ણન વાળી નાવડી આવતા તેમાં જોતા અને તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો જેથી પકડાયેલ નાવડી માં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટ નો વિદેશી દારૂ બોટલ નંગ 2218 કિંમત રૂપિયા 5 લાખ 75 હજાર 558 તથા હેરાફેરી માટે લેવાયેલ નાવડીની કિંમત રૂપિયા 1 લાખ 1 ઓપો કંપનીનો મોબાઇલ કિંમત રૂપિયા 5,000 મળી કુલ 6,80,હજાર 558નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો.
સદર બંને આરોપી તુરખેડા ગામે નર્મદા નદી કિનારે નાવડી મૂકીને ડુંગરોમાં ચડી જઈ નાસી છૂટ્યા હતા અને આ ગુનામાં એકબીજાને મદદ કરી ગુનો કરેલ હોય જે અંગે તેઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.
ધર્મેશ ચૌહાણ (છોટાઉદેપુર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel