ઘાટલોડિયા વિસ્તારના કે.કે નગર ચાર રસ્તા પાસે દર્શાલી નિલેશ કડિયા દ્વારા અબોલ પશુ પક્ષીઓ માટે ઉનાળામાં લોકો પાણીની વ્યવસ્થા કરી શકે તે માટે વિનામૂલ્યે કુંડાનું વિતરણ કરાયું હતું.
પશુ – પક્ષી માટે વિનામુલ્યે કુંડા વિતરણ કરવામાં ઘણા જીવદયા પ્રેમીઓ હાજર રહ્યા હતા. દર વર્ષે વારાહી ડેકોરેશનવાળા બાબુભાઈ તરફથી ડેકોરેશન કરી અપવામા આવે છે. દિપકભાઈ પટેલ તરફથી કુંડા વિતરણ માટે જગ્યા આપવામાં આવે છે. અને કે.કે.નગર ચાર રસ્તા પાટીદાર ચોકના નગરપાલિકાના સફાઈ કામદાર પણ દ્વારા પણ મદદ કરવામાં આવી હતી. આ જીવદયાના કાર્યમાં કુંડા લેવા માટે ઘાટલોડિયા વિસ્તારના રહેવાસીઓનો મેળો જામ્યો હતો. ઘાટલોડિયા વિસ્તારના કોર્પોરેટર પ્રવિણભાઈ પટેલ, કાર્યકર્તાઓ, તેમજ સમાજના અગ્રણીઓ, જીવદયા પ્રેમી સુબેચા હાજર રહ્યા હતા. દતાશ્રી દર્શલી નિલેશ કડિયાનુ કહેવું છે કે જો આપણે કુદરતને બચાવશું તો કુદરત આપણને બચાવશે.