PM નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસના બીજા દિવસે વ્હાઈટ હાઉસ પહોંચ્યા. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અને તેમની પત્ની જીલ બાઈડને પીએમ મોદીનું રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે ભારત અને અમેરિકા આતંકવાદ વિરુદ્ધ સાથે છે. અમે આર્ટેમિસ કરારમાં જોડાવા માટે સંમત થયા છીએ. અમે એકબીજાના સહયોગમાં નવી છલાંગ લગાવી છે. પીએમ મોદીએ એક સંબોધનમાં કહ્યું કે AI એટલે અમેરિકા અને ઈન્ડિયા. બંને દેશો વચ્ચે વિશ્વાસ અને મિત્રતા વધી છે.
જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે અમે સાથે મળીને ભવિષ્ય માટે દરવાજા ખોલી રહ્યા છીએ. જેમાં ઘણી તકો છે. સ્વચ્છ ઉર્જા સંક્રમણને વેગ આપવા માટે અંતરીક્ષ ઉડાન અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર સહકારની જરૂર છે. એર ઈન્ડિયા દ્વારા બોઈંગ એરક્રાફ્ટ ખરીદવાના કરારથી અમેરિકામાં 10 લાખ લોકોને નોકરીઓ મળશે.
#WATCH | Our economic relationship is booming. Trade between our countries has almost doubled over the past decade to more than $191 billion supporting tens of thousands of good jobs in both India and the United States. One million American jobs across 44 states will be supported… pic.twitter.com/apMtQDCPQZ
— ANI (@ANI) June 22, 2023
આજનો દિવસ ભારત-અમેરિકા માટે મહત્વનો
સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજનો દિવસ ભારત અને અમેરિકાના સંબંધોના ઈતિહાસમાં વિશેષ સંબંધ ધરાવે છે. આજની ચર્ચા અને અમારા દ્વારા લેવાયેલ મહત્વપૂર્ણ નિર્ણય અમારી વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીમાં એક નવો અધ્યાય ખોલે છે. જેનાથી નવી દિશા અને નવી ઉર્જા મળી.
અમેરિકા માટે ભારત સૌથી મોટું વેપારી ભાગીદાર
આજે અમેરિકા ભારતનું સૌથી મોટું વેપાર ભાગીદાર છે. ભારત-યુએસ વેપાર રોકાણ ભાગીદારી માત્ર બંને દેશો માટે જ નહીં, પરંતુ વૈશ્વિક અર્થતંત્ર માટે પણ મહત્વપૂર્ણ છે. અમે નક્કી કર્યું છે કે વેપાર સંબંધિત પેન્ડિંગ મુદ્દાઓને પૂર્ણ કરીને નવી શરૂઆત કરવામાં આવશે.