ગોહિલવાડની ઐતિહાસિક અને છોટે કાશી ગણાતી નગરી સિહોરમાં ચારે બાજુ ગંદકી અને પ્રદૂષણ રહેલું છે.
સિહોરમાં ગૌતમી નદી અને કુંડ વિસ્તારમાં કેટલાંયે સમયથી કોઈ સફાઈ કરવામાં આવી નથી. સરકારી અને રાજકીય હેતુનાં સ્વચ્છતાનાં અનેક અર્થહીન કાર્યક્રમોમાં નેતાઓ અને અધિકારીઓ ભારે હરખ સાથે જોડાતાં હોય છે, પણ આ બધું માત્ર કાર્યક્રમ કરી બતાવવાં જ રહ્યું છે.
નગરને વિવિધ સુવિધા માટે અગાઉ દાતાઓ દ્વારા ઉદાર સહયોગ મળેલો છે, પણ હાલ બધું ખંઢેર સ્થિતિમાં હોય તેમ લાગે છે. પવિત્ર નગરી સિહોરમાં ગૌતમી નદીમાં અને કુંડ વિસ્તારમાં ઠેર ઠેર ગંદકી કચરો રહેલો છે, સમગ્ર ધાર્મિક પરિસર આસપાસ બધું દૂષિત રહ્યું છે , આમ છતાં એક પણ આગેવાન આ માટે કશું કરતાં નથી તે કઠણાઈ છે.
રીપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)