આપણી જીવનશૈલી સમય સાથે ખૂબ જ બદલાઇ છે. હવે કામ માટે આપણે મજબુરીથી પણ દસ –દસ કલાક કોમ્પ્યુટર કે લેપટોપ સામે બેસી રહેવું પડે છે. એક પોઝિશનમાં કલાકો સુધી બેસવાથી બેક પેઇનની સમસ્યા થાય છે. લેપટોપની સામે બેસી રહેવાથી શરીરને અનેક નુકસાન થાય છે, જેમાંથી કમરનો દુખાવો એકદમ સામાન્ય છે. કમરનો દુખાવો હવે નાની ઉંમરમાં જ લોકોને તેનો શિકાર બનાવે છે. કમરના દુખાવાની સમસ્યા હવે યુવાનોમાં પણ સામાન્ય બની રહી છે. જેના કારણે ભારે ચીજવસ્તુઓ ઉપાડવામાં અને ઉપર-નીચે થવામાં ઘણી મુશ્કેલી પડે છે.
કમરના દુખાવાના બીજા ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે સ્નાયુઓમાં તણાવ, ડિસ્કની સમસ્યા, સંધિવા અથવા ઈજાથી થતો દુખાવો વગેરે. પરંતુ જો લાંબા સમય સુધી બેસી રહેવાને કારણે તમારી પીઠનો દુખાવો શરૂ થયો હોય, તો કેટલાક તેલની મદદથી તમે તેનાથી સરળતાથી રાહત મેળવી શકો છો. આ તેલથી માલિશ કરવાથી કમરના દુખાવામાં રાહત મળે.
પેપરમિન્ટ ઓઇલ
પીપરમિન્ટ ઓઈલને કમરના દુખાવામાં રાહત આપવા માટે શ્રેષ્ઠ તેલ માનવામાં આવે છે. તેમાં મેન્થોલ હોય છે, જે કમરના સ્નાયુઓને ઠંડક આપે છે. આ સ્નાયુઓને આરામ આપે છે અને પીડાથી રાહત આપે છે.
લવંડર ઓઇલ
લવંડર ઓઇલ માલિશ કરવાથી પણ કમરના દુખાવામાં રાહત મળે છે. આ ઉપરાંત તેની સુગંધ પણ મનને શાંતિ આપે છે અને તણાવ ઓછો કરે છે. લવંડર તેલ કમરના સ્નાયુઓને પણ રાહત આપે છે.
રોઝમેરી તેલ
રોઝમેરી તેલમાં સોજા વિરોધી ગુણધર્મો હોય છે, જે સ્નાયુઓમાં દુખાવો ઘટાડે છે. તેને લગાવવાથી કમરનો દુખાવો દૂર થાય છે અને સ્નાયુઓને આરામ મળે છે.
કેમોમાઇલ ઓઇલ
કેમોલી ઓઇલ સોજાને ઓછો કરવામાં મદદ કરે છે અને સ્નાયુઓની ખેંચાણથી રાહત આપે છે. તેને લગાવવાથી કમરના દુખાવામાં સરળતાથી રાહત મળે છે.
અસેંશિયલ ઓઇલ
તમે આ અસેંશિયલ ઓઇલનો ઉપયોગ ઘણી રીતે કરી શકો છો, અથવા તેનાથી મસાજ કરીને અથવા તો વેપર ડિફ્યુજરમાં નાખીને. જો કે આપના કમરનો દુખાવો ગંભીર અને સતત રહેતો હોય તો સૌ પ્રથમ ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.