દરેક લોકો ઈચ્છે છે કે તેમનું વજન ઓછુ રહે અને તેઓ સ્લિમ-ટ્રીમ રહે. પરંતુ વજન ઘટાડવું એટલું સરળ નથી. આપણે બધાએ સાંભળ્યું છે કે પાણીનું વધારે સેવન આપણા વજનને કંટ્રોલમાં રાખે છે. ખાસ કરીને ખાલી પેટે હુફાળું પાણી પીવાના ઘણા ફાયદા છે.
પરંતુ આ કોન્સેપ્ટનો સંપૂર્ણ ફાયદો મેળવવા માટે તેની પેટર્નને સમજવું અને વોટર ઈનટેકને વધારવું ખૂબ જ જરૂરી છે.
હકીકતે હુફાળુ પાણી શરીરના મેટાબોલિઝમને ઝડપી કરે છે જેનાથી તમારા શરીરમાંથી વધારાની ચરબી ઘટાડવામાં મદદ મળે છે. એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર દરરોજ ગરમ પાણી પીવાથી શરીરના મેટાબોલિઝમને વધારવામાં મદદ મળી શકે છે.
ગરમ પાણી પાચન સાથે જોડાયેલી સમસ્યાઓ જેવી કે કબજિયાત, ગેસ, અપચો અને ઝાડાને તરત ઠીક કરી દે છે. જેનાથી શરીરને જરૂરી પોષક તત્વો અવશોષિત કરવામાં સરળતા રહે છે.
ગરમ પાણી બ્લડ સર્કુલેશનમાં વધારો કરે છે અને શરીરમાં થતા દુખાવાથી રાહત આપે છે. આ મેટાબોલિઝમને સારૂ બનાવવામાં મદદ કરે છે જેનાથી શરીરને જરૂરી પ્રમાણમાં કેલેરી મળવામાં મદદ મળે છે.
પરંતુ જો તમે હકીકતે ફક્ત પાણી પીને વજન ઓછુ કરવા માંગો છો તો અહીં આપેલી પેટર્નને ફોલો કરવાથી મદદ મળી શકે છે. સૌથી પહેલા તમે ઉઠીને ખાલી પેટે બે ગ્લાસ ગરમ પાણી પીવો. ત્યાર બાદ કસરતથી 1 કલાક પહેલા બે ગ્લાસ પાણી પીવો.