ઉનાળા દરમિયાન, શરીર માટે વધુ પડતો પરસેવો થવો સામાન્ય છે જેના કારણે સ્કિન એલર્જીની સમસ્યા થાય છે. ઉનાળામાં સૂર્યપ્રકાશ અને એલર્જીથી બચવું ખૂબ મુશ્કેલ છે. આવી સ્થિતિમાં ચામડીના રોગના દર્દીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઘણી વખત એવું બને છે કે સ્કિન એલર્જીની સમસ્યા દવાઓ લીધા પછી પણ ઠીક નથી થતી. સ્કિન એલર્જીને કારણે, સ્કિન લાલ થઈ જાય છે અને ખંજવાળ આવે છે, જે ધીમે ધીમે ચામડીના રોગો તરફ દોરી શકે છે. આવી સ્થિતિમાં, તમે કેટલાક સરળ ઘરેલું ઉપચાર અપનાવીને સ્કિન એલર્જીની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. પરંતુ, આ પહેલા એ જાણવું જરૂરી છે કે સ્કિન એલર્જીના લક્ષણો શું છે?
સ્કિન એલર્જીના લક્ષણોની વાત કરીએ તો, ત્વચા પર લાલ ફોલ્લીઓ પડવી, ખંજવાળ આવવી, પિમ્પલ્સ થવા, નાની ફોલ્લીઓ અથવા ક્રેક પડવા, બળતરા થવી અને છાલા અથવા પિત્ત થવું તે એલર્જીના લક્ષણો છે.
બરફનો ટુકડો: સ્કિન એલર્જીથી છુટકારો મેળવવા માટે આઈસ ક્યુબ શ્રેષ્ઠ ઉપાય છે. શુષ્ક સ્કિનને કારણે એલર્જીની સમસ્યા વધુ જોવા મળે છે. તેથી, એલર્જીથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે ઉનાળામાં શરીરને શક્ય તેટલું હાઇડ્રેટેડ રાખવું. આ સિવાય જો એલર્જીની સમસ્યા હોય તો શરીરના તે ભાગને બરફના ટુકડાથી માલિશ કરો. તેનાથી તમને રાહત મળી શકે છે.
કપૂર અને નાળિયેર તેલ: ક્યારેક એલર્જીને કારણે ત્વચામાં ખૂબ ખંજવાળ આવે છે. જો આવું થાય તો ત્વચાને વારંવાર હાથ વડે સ્પર્શ ન કરો અને કપૂર અને નારિયેળ તેલનો ઉપયોગ કરો. કપૂરને દળીને તેમાં નારિયેળનું તેલ મિક્સ કરો અને પછી તેને ખંજવાળવાળી જગ્યા પર લગાવો. દિવસમાં ઓછામાં ઓછું બે વાર આમ કરવાથી તમારી એલર્જીની સમસ્યા દૂર થઈ શકે છે.
ફટકડી: એલર્જિ વાળી જગ્યાને ફટકડીના પાણીથી ધોઈ લો. ત્યાર બાદ કપૂર અને સરસવનું તેલ મિક્સ કરીને લગાવો. જો તમે ઈચ્છો તો તેના બદલે ફટકડી અને નારિયેળ તેલ પણ લગાવી શકો છો.
લીમડાના પાન: એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર લીમડો એલર્જીની સમસ્યાને દૂર કરવામાં અસરકારક છે. આ માટે લીમડાના પાનને રાત્રે પાણીમાં પલાળી રાખો અને તેની પેસ્ટ બનાવીને સવારે લગાવો. તેનાથી તમારી સ્કિન એલર્જી દૂર થઈ શકે છે. આ સિવાય ઉનાળામાં એન્ટીબેક્ટેરિયલ સાબુનો ઉપયોગ કરો. તેનાથી એલર્જીની સમસ્યા નહીં થાય. તેમજ શક્ય હોય ત્યાં સુધી ખુલ્લી હવામાં રહો.