હિમાચલ પ્રદેશની રાજધાની શિમલા અને મંડી જિલ્લામાંથી ભારે આપત્તિના ભયાનક સમાચાર સામે આવ્યા છે. અહીં શિમલા જિલ્લાના રામપુર વિસ્તારના સમેજ ખાડ વિસ્તારમાં વાદળ ફાટ્યું છે.
#WATCH शिमला, हिमाचल प्रदेश | रामपुर क्षेत्र के समेज खड्ड इलाके में बादल फटने के बाद 19 लोग लापता हैं: शिमला के डिप्टी कमिश्नर (DC) अनुपम कश्यप
(वीडियो सोर्स: DPRO शिमला) pic.twitter.com/8mQebPWbLl
— ANI_HindiNews (@AHindinews) August 1, 2024
હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લાના રામપુર વિસ્તારના સમેજ ખાડ વિસ્તારમાં ગુરુવારે વાદળ ફાટ્યું છે. આ દુર્ઘટના બાદ 19 લોકો ગુમ થયાના અહેવાલ છે. શિમલાના ડેપ્યુટી કમિશનર (DC) અનુપમ કશ્યપે કહ્યું છે કે SDRFની ટીમ ઘટનાસ્થળે જવા રવાના થઈ ગઈ છે.
મંડીમાં એકનું મોત, 9 ગુમ
બીજી તરફ હિમાચલ પ્રદેશના મંડીના પધર સબ ડિવિઝનના થલતુખોડમાં વાદળ ફાટવાની ઘટના બની છે. આ ઘટનામાં 9 લોકો લાપતા હોવાનું જાણવા મળે છે. જયારે એક વ્યક્તિનું પણ મૃત્યુ થયું છે જેનો મૃતદેહ મળી આવ્યો છે. મકાનોને પણ નુકસાન થયું છે. મંડીના ડેપ્યુટી કમિશનર અપૂર્વ દેવગને કહ્યું છે કે જિલ્લા વહીવટીતંત્ર અને NDRFની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે.
#WATCH | Himachal Pradesh: The water level in Beas River has increased due to heavy rains in the region; latest aerial visuals from the region pic.twitter.com/FI26AQIope
— ANI (@ANI) August 1, 2024
બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ હિમાચલ પ્રદેશના વિવિધ વિસ્તારોમાં વાદળ ફાટવાથી થયેલા ભારે નુકસાનની નોંધ લીધી છે. જેપી નડ્ડાએ હિમાચલના સીએમ સુખવિંદર સિંહ સુખુ સાથે વાત કરી અને સ્થિતિ વિશે માહિતી લીધી અને કેન્દ્ર સરકાર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી. કેન્દ્રીય મંત્રી નડ્ડાએ પૂર્વ સીએમ જયરામ ઠાકુર અને બીજેપી પ્રદેશ અધ્યક્ષ સાથે વાત કર્યા બાદ તમામ ભાજપના કાર્યકરોને રાહત કાર્યમાં સામેલ થવાનો નિર્દેશ આપ્યો છે.