ગાંધીનગરમાં સ્થિત GIFT City આજે ભારતનું પ્રથમ સંપૂર્ણ કાર્યરત વૈશ્વિક નાણાકીય અને આઇટી હબ તરીકે ઉભરી આવ્યું છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ઇકોસિસ્ટમમાં દેશને અગ્રણી સ્થાન અપાવતું આ કેન્દ્ર ભારતની આર્થિક શક્તિને નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહ્યું છે.
નરેન્દ્ર મોદીના વિઝનથી શરૂ થયેલી વૈશ્વિક સફર
નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ગિફ્ટ સિટીની પરિકલ્પના એક વર્લ્ડ-ક્લાસ ફાઇનાન્સ અને IT ઝોન તરીકે કરવામાં આવી હતી. શરૂઆતથી જ તેનો હેતુ માત્ર ભારત પૂરતો સીમિત નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે નાણાકીય સેવાઓ પૂરી પાડવાનો રહ્યો છે.
એક જ અધિકારક્ષેત્ર હેઠળ નાણાકીય સેવાઓ, ટેક્નોલોજી, સરળ નિયમન અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જોડતી એક અનોખી ઇકોસિસ્ટમ અહીં વિકસાવવામાં આવી છે, જે આજે વૈશ્વિક નાણાકીય કેન્દ્રો સાથે સીધી સ્પર્ધા કરી રહી છે.
હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગિફ્ટ સિટીના વિકાસને નવી દિશા મળી છે. તેમના નેતૃત્વમાં આ પ્રોજેક્ટ સતત વિસ્તરી રહ્યો છે અને ગુજરાતને ભારતના આર્થિક વિકાસના મુખ્ય કેન્દ્ર તરીકે મજબૂત બનાવે છે.
GIFT City, envisioned by Hon’ble Prime Minister Shri @narendramodi Ji, stands today as a powerful testament to India’s rising stature in the global financial ecosystem. What began as a bold and futuristic idea has now evolved into a fully operational international financial hub,…
— Bhupendra Patel (@Bhupendrapbjp) March 27, 2026
નાણાકીય ક્ષેત્રમાં મજબૂત વૃદ્ધિ
ગિફ્ટ સિટીમાં હાલમાં 1,150થી વધુ IFSCA-રજિસ્ટર્ડ સંસ્થાઓ કાર્યરત છે. બેંકિંગ સેક્ટરનો આકાર $106 બિલિયન સુધી પહોંચ્યો છે, જે 2020ની સરખામણીએ લગભગ સાત ગણો વધારો દર્શાવે છે.
મૂડીબજાર (Capital Market) પણ $80 બિલિયન સુધી પહોંચ્યું છે અને દર મહિને એક્સચેન્જ ટર્નઓવર $100 બિલિયનને પાર કરી રહ્યું છે. ઉપરાંત, $80 બિલિયનના લક્ષ્યાંક સાથે 349 ફંડ્સ શરૂ કરવામાં આવ્યા છે, જે ભારતને વૈશ્વિક મૂડી બજારમાં વધુ મજબૂત બનાવે છે.
રોજગારી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ
અંદાજ મુજબ, 2030 સુધીમાં ગિફ્ટ સિટીમાં 1 લાખથી વધુ રોજગારીઓનું સર્જન થવાનું છે. કમર્શિયલ, રહેણાંક અને સંસ્થાકીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મોટા પાયે વિકાસથી આ વૃદ્ધિ શક્ય બનશે.
સાથે જ, આંતરરાષ્ટ્રીય શાળાઓ, ડેસ્ટિનેશન મોલ્સ, સેન્ટ્રલ પાર્ક અને સ્પોર્ટ્સ એરેના જેવી આધુનિક સામાજિક સુવિધાઓ વિકસાવવામાં આવી છે, જે ‘Live, Work, Thrive’ના મંત્રને સાકાર કરે છે.
ગિફ્ટ સિટીમાં ભારતની પ્રથમ અન્ડરગ્રાઉન્ડ યુટિલિટી ટનલ, ડિસ્ટ્રિક્ટ કુલિંગ સિસ્ટમ અને ઓટોમેટેડ વેસ્ટ કલેક્શન જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે, જે તેને સ્માર્ટ અને સસ્ટેનેબલ શહેર બનાવે છે.
વૈશ્વિક નાણાકીય ગેટવે તરીકે ઓળખ
ગિફ્ટ સિટી આજે દાવોસના વર્લ્ડ ઇકોનોમિક ફોરમથી લઈને મિલાન, ઝ્યુરિક, હોંગકોંગ, જર્મની અને ઑસ્ટ્રિયા જેવા વૈશ્વિક નાણાકીય કેન્દ્રો સાથે જોડાણ ધરાવે છે.
અહીં મૂડીબજાર, બેંકિંગ, વીમા, એરક્રાફ્ટ અને શિપ લીઝિંગ, ફિનટેક અને વૈશ્વિક યુનિવર્સિટીઓ સાથે ભાગીદારી જેવી તમામ સેવાઓ એક જ પ્લેટફોર્મ હેઠળ ઉપલબ્ધ છે. 37થી વધુ બેંકો, 65થી વધુ વીમા કંપનીઓ અને 35થી વધુ એરક્રાફ્ટ લીઝિંગ કંપનીઓ અહીં કાર્યરત છે.
ભારતને વૈશ્વિક નાણાકીય કેન્દ્ર બનાવવાનો સંકલ્પ
GIFT Cityનું વિકાસ ભારતને વૈશ્વિક નાણાકીય હબ તરીકે સ્થાપિત કરવાની લાંબા ગાળાની વ્યૂહરચનાનું પ્રતિબિંબ છે. નરેન્દ્ર મોદીના વિઝન અને ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગિફ્ટ સિટી સતત નવી ઊંચાઈઓ સર કરી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel