વર્ષ 2012માં ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ના એક સાથી સેથ કુગેલે ન્યૂઝીલેન્ડની મુસાફરી પછી લખ્યું કે, ‘અહીંના બજારોમાં મોટી સંખ્યામાં લોકો ફૂટવેર વગર જોવા મળે છે. અહીંની ફૂટપાથ ચોખ્ખી છે. એટલે બૂટ-ચપ્પલ પહેર્યા વગર ચાલવું સરળ છે.’
ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડમાં લોકો નાની-મોટી ખરીદી કરવાની સાથે જાહેર કાર્યક્રમો, પબ વગેરેમાં પણ ફૂટવેર વગર જવાનું પસંદ કરે છે. વર્ષ 2019માં ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ પિચ પર ફૂટવેર વગર આવીને ચર્ચામાં રહી હતી. બેરફૂટ રહેવાનું કોઈ સ્પષ્ટ વૈજ્ઞાનિક કારણ નથી, કેટલાક લોકો આ બાબતને પ્રાચીન સંસ્કૃતિ સાથે સાંકળે છે તો કેટલાક લોકો તેને જમીન સાથે જોડાયેલા રહેવાનું જણાવે છે.
સ્કૂલમાં પણ બૂટ વૈકલ્પિક
પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના પર્થમાં કેટલીક પ્રાથમિક શાળાઓમાં ‘શૂઝ ઓપ્શનલ પોલિસી’ છે. એટલે કે બાળકો પાસે બૂટ- ચપ્પલ પહેરવા- ન પહેરવાનો વિકલ્પ છે. સ્કૂલ મેનેજમેન્ટનો દાવો છે કે, તેનાથી બાળકોને બોડી લેંગ્વેજ સુધારવાની સાથે તેમના પગ અને શરીરને પણ મજબૂતી મળે છે.
વેસ્ટર્ન સિડની યુનિવર્સિટીમાં કલ્ચરલ રિસર્ચના પ્રોફેસર એમિરેટ્સ ડેવિડ રોવના અનુસાર ઓસ્ટ્રેલિયામાં આવનારા યુરોપિયન અપ્રવાસીઓ માટે બેરફૂટ રહેવું અહીંની લાગણીશીલ સંસ્કૃતિના ઉત્સવ મનાવવાનો અવસર હતો.
બૂટ ઉતારી દેવાની સંસ્કૃતિનો સંકેત છે કે, તડકાનો આનંદ લેનારા, ઉત્સપ્રેમી અને જમીન સાથે જોડાયેલા દેશમાં તમે આવી પહોંચ્યા છો. ઈંગ્લેન્ડની કન્ટેન્ટ ક્રિએટર જોર્ડાના ગ્રે કહે છે કે, આ અગાઉ તે કદી પણ જાહેર સ્થળો પર ફૂટવેર વગર ગઈ નથી.