પોલીસ ઇન્સ્પેક્ટર કેઆર વેકરીયા એલ.સી.બી. ખેડા – નડીયાદનાઓ એ જીલ્લામા પ્રોહિ જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ ગઇ તા. ૦૮-૦૬-૨૦૨૩ ના રોજ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી ખેડા – નડિયાદ નાઓ સાથે પો.સ.ઇ એમ.જે.બારોટ એલ.સી.બી ખેડા નડિયાદ તથા એલ.સી.બી સ્ટાફના મહુધા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા.
દરમ્યાન મહુધા ઉંદરા ભાગોળ પાસે આવતા હેડ.કો. રાજભાઇ પ્રહલાદભાઇ તથા પો.કો.જયેશકમાર વાલજીભાઇ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે એક દુધ વાહન ટાટા ટેન્કર નં.GJ-18-AT-9517 ની કઠલાલ થઇ મહુધા થઇ મહેમદાવાદ તરફ જનાર હોય જે દુધના ટેન્કરમાં ભારતીય બનાવટનો પરપ્રાંતનો વિદેશી દારૂ સંતાડી રાખી આવનાર હોય જે બાતમી હકીકત આધારે સદર ટાટા ટેન્કરની વૉચ તપાસમાં મહુધા, મહેમદાવાદ રોડ ઉપર સી.એન.જી.પેટ્રોલપંપ આગળ આવી સદર ઉભા હોય દરમ્યાન ઉક્ત નંબરવાળી દુધ ટેન્કરને મહુધા ટી પોઇન્ટ ખાતે થી આવતા રોકી લઇ ટેન્કરના કેબીન તથા જોતા ડ્રાઇવર બેઠેલ હોય જે ડ્રાઇવરને ટેન્કરમાંથી નીચે ઉતારી પુછતા સદર ટેન્કરમાં વિદેશી દારૂનો જથ્થો ગુપ્ત ખાનુ બનાવી છુપાવી રાખેલ હોવાની હકીકત જણાવતા સદરી ટેન્કરના ચાલક નું નામઠામ પુછતા પોતે પોતાનું નામ માંગીલાલ રૂઝ્નાથરામ બિશ્નોઇ (ઢાકા) રહે.મેઢા,મેઢા ઢાણી, પોસ્ટ જાનવી પોલીસ સ્ટેશન ચીતલવાના તા.ચીતલવાના જીઝાલોર રાજસ્થાન નાઓના કબ્જા ભોગવટાના ટાટા દુધ ટેન્કરમાંથી ભારતીય બનાવટની પરપ્રાંતની વિદેશી દારૂની મોટી બોટલ નંગ-૬૦૨૨ કિ.રૂ.૩૦,૧૧૦૦૦/- તથા રોકડા રૂ.૧૫૦૦/- તથા એક મો.ફોન કિ.રૂ.૧,૦૦૦/-તથા ટાટા ટેન્કર કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- મળી કુલ્લે રૂ.૪૦,૧૩,૫૦૦/- નો પ્રોહી મુદ્દામાલ મળી આવતા મુદ્દામાલ કબ્જે કરી સદરહું મુદ્દામાલ મોકલનાર રઘુનાથરામ ગોકલારામ બિશ્નોઇ (ગોદારા) રહે.
સરનાઉ રાજસ્થાન તથા ટાટા ટેન્કરના માલીક ભુપતભાઇ વસાજી ડાભી રહે.વાસણકુડા, પ્રાથમિકશાળા બનાસકાંઠા ઉપર નહિ મળી આવી તથા મળી આવેલ માંગીલાલ રૂઝ્નાથરામ બિશ્નોઇ (ઢાકા) રહે.મેઢા,મેઢા ઢાણી, પોસ્ટ જાનવી પોલીસ સ્ટેશન ચીતલવાના તા.ચીતલવાના જી.ઝાલોર રાજસ્થાન આરોપીઓ વિરુદ્ધ મહુધા પો.સ્ટે પ્રોહિબિશનધારા હેઠળનો વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
રિપોર્ટ – યેશા શાહ (નડિયાદ)